ગ્લોબલ કેપના લાભાર્થીઓઃ એચ-વનબી વિઝાની તૈયારી અને ફાઈલિંગના સંદર્ભમાં શૈક્ષણિક અને અનુભવી આકારણી કેવી રીતે અને શા માટે કરાય છે?ઃ ભાગ-2

0
889
OLYMPUS DIGITAL CAMERA

યુનાઇટેડ સ્ટેટ્સ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ (યુએસસીઆઇએસ) કોઈ પણ વ્યક્તિગત શૈક્ષણિક અથવા અનુભવી આકારણીકારની ભલામણ કરતી નથી કે તેને નોકરીમાં રાખતી નથી. એ નોંધવું મહત્ત્વનું છે કેટલાક આકારણીકારો ‘શૈક્ષણિક’ આકારણીમાં નિષ્ણાત હોય છે. કેટલીક આકારણી સેવાઓ ‘અનુભવી’ આકારણીઓમાં નિષ્ણાત હોય છે. આ ઉપરાંત, કેટલીક સંસ્થાઓ પરિસ્થિતિને અનુકૂળ થઈને ‘શૈક્ષણિક અને અનુભવી આકારણી’નો સમન્વય કરે છે. જો તમે તમારા સ્ટાફના સભ્ય છો અને યોગ્ય ક્રેડેન્સિયલ આકારણી સેવા પ્રોવાઇડર ઇચ્છતા હો, તો અમે તમને તેઓનો ટ્રેક રેકોર્ડ જોવાની ભલામણ કરીએ છીએ.
શૈક્ષણિક અથવા અનુભવી આકારણીકાર અંતર્ગત તમે જો માર્ગદર્શન મેળવવા માગતા હો તો ઘણી બધી સેવાઓ ઉપલબ્ધ છે જે રોજગારદાતા અથવા ભાવિ એચ-વનબી કામદારને સહાયરૂપ થઈ શકે છે. એચ-વનબી રોજગારદાતાઓ અથવા કામદારો માટે ખૂબ જ મહત્ત્વનું છે. સમાન આકારણી ભરોસાપાત્ર વિશ્વસનીય આકારણી સેવા તરફથી થવી જોઈએ જેઓ વિદેશી શિક્ષણ અને/અથવા અનુભવી ક્રેડેન્સિયલમાં નિષ્ણાત હોય છે. જો સમાન આકારણી ‘ભરોસાપાત્ર’ ક્રેડેન્સિયલ આકારણી સેવા દ્વારા બહાર પાડવામાં ન આવે, તો યુએસસીઆઇએસ, ભૂતકાળની જેમ, આરએફઇ દસ્તાવેજો બહાર પાડી શકે છે, જે ક્રેડેન્સિયલ ઇવેલ્યુએશનની વિશ્વસનીયતા સામે સવાલ કરી શકે છે.
આ પ્રકારના આરએફઇથી દૂર રહેવા માટે, એ મહત્ત્વનું છે કે ‘શૈક્ષણિક’ સમાન આકારણી કરતી સંસ્થા અથવા સેવાએ 1. ફક્ત સામાન્ય શિક્ષણ ધ્યાનમાં રાખવું જોઈએ, પ્રેક્ટિકલ અનુભવ નહિ. 2. જે તે વિદ્યાર્થીએ પોસ્ટ-સેકન્ડરી શિક્ષણની તાલીમ લીધી હોય તે નોંધવું જોઈએ (દાખલા તરીકે, અરજીકર્તાએ કોલેજમાં પ્રવેશતાં અગાઉ યુએસની હાઈ સ્કૂલ સમકક્ષ પરીક્ષા પાસ કરી છે કે કેમ) 3. સાદા સ્ટેટમેન્ટ કરતાં આકારણી થયેલી બાબતોની વિગતવાર માહિતી આપવી જોઇએ. 4. આકારણીકારની લાયકાતો અને અનુભવ દર્શાવવો.
જો ભાવિ એચ-વનબી લાભાર્થી સ્નાતકની પદવી થવા તેને સમકક્ષ પદવી જે તે ચોક્કસ ક્ષેત્રમાં ન ધરાવતો હોય, તો પણ તે એચ-વનબી વિઝા માટે ક્વોલિફાય થઈ શકે છે.
ભાવિ એચ-વનબી લાભાર્થીનું શિક્ષણ, ખાસ તાલીમ, અનુભવ વગેરે સ્નાતકની પદવીની સમકક્ષ ગણવામાં આવે છે. ખાસ વ્યવસાયમાં પદવી પણ ઉચ્ચ પદવીની સમકક્ષ ગણાય છે.
શૈક્ષણિક અને અનુભવની આકારણી યુએસ સ્નાતકની પદવી અથવા તેનાથી ઉચ્ચ પદવીની સમકક્ષ ગણાય તેમાં નીચે મુજબનાં પરિબળો ધ્યાનમાં રાખવામાં આવે છે, જેમ કેઃ 1. માન્યતાપ્રાપ્ત કોલેજ અથવા યુનિવર્સિટીમાં ખાસ તાલીમ-અનુભવ માટે કોલેજ-લેવલ ક્રેડિટ મંજૂર કરવાની સત્તા જે સત્તાવાળાની હોય છે તેના દ્વારા આકારણી. 2. માન્યતાપ્રાપ્ત કોલેજ સમકક્ષની પરીક્ષાઓ અથવા સ્પેશિયલ ક્રેડિટ પ્રોગ્રામ્સનાં પરિણામો, જેમ કે કોલેજ લેવલ એક્ઝામિનેશન પ્રોગ્રામ (સીએલઇપી) અથવા પ્રોગ્રામ ઓન નોન-કોલેજિયેટ સ્પોન્સર્ડ ઇન્સ્ટ્રક્શન. 3. ભરોસાપાત્ર ક્રેડેન્સિયલ ઇવેલ્યુએશન સર્વિસ દ્વારા શિક્ષણની આકારણી. 4. રાષ્ટ્રીય માન્યતાપ્રાપ્ત વ્યવસાયી સંસ્થા અથવા સોસાયટીમાંથી પ્રમાણપત્ર અથવા નોંધણીનો પુરાવો. 5. યુએસીઆઇએસ દ્વારા કરાયેલો નિર્ણય કે પદવીની સમકક્ષ અન્ય પદવી માટે શિક્ષણ, ખાસ તાલીમ, કામગીરીના અનુભવની સંયુક્તપણે જરૂર પડશે.
યુએસ સ્નાતક અથવા ઉચ્ચ પદવીની સમકક્ષ શૈક્ષણિક-અનુભવની આકારણી પૂરી પાડવા માટે પ્રથમ વિકલ્પ (ગ્રાન્ટ કોલેજ-લેવલ ક્રેડિટની સત્તા ધરાવતા સત્તાવાળા દ્વારા આકારણી) સંબંધિત, યુએસસીઆઇએસ એડજ્યુડિકેટર્સ ફિલ્ડ મેન્યુઅલ સ્પષ્ટતા કરે છે કે સત્તાવાળાઓ ચોક્કસપણે કોલેજ અથવા યુનિવર્સિટીના ગ્રાન્ટિંગ ક્રેડિટ આધારિત સત્તાવાર કાર્યક્રમમાં સંકળાયેલા હોવા જોઈએ.
જ્યારે શિક્ષણ અને અનુભવ દ્વારા સમાનતા સાબિત કરવાની હોય છે ત્યારે સમાનતા આકારણીકારને એ વાતનું ધ્યાન રાખવાનું હોય છે કેઃ ‘થિયરિટિકલ એન્ડ પ્રેક્ટિકલ એપ્લિકેશન ઓફ સ્પેશિયલાઇઝ્ડ નોલેજ’માં લાભાર્થીની તાલીમ અને કામગીરીના અનુભવનો સમાવેશ થયેલો હોવો જોઈએ.
યુએસસીઆઇએસ નિયમ દ્વારા પ્રોટોકોલ અથવા મેથડોલોજી તૈયાર કરવામાં આવી છે, જેને થ્રી-ઇન-વન નિયમ કહેવામાં આવે છે. આ નિયમમાં દર્શાવ્યા મુજબ, સ્નાતકની પદવીની સમકક્ષ પદવીમાં શિક્ષણ, ખાસ તાલીમ, કામગીરીનો અનુભવનો સમન્વય દર્શાવવામાં આવેલો હોવો જોઈએ. ત્રણ વર્ષનો ખાસ તાલીમ અથવા તેને સંબંધિત કામગીરીનો અનુભવ દર્શાવવો જોઈએ જે કોલેજ કક્ષાની શૈક્ષણિક તાલીમનું વર્ષ કામગીરીના અનુભવ તરીકે દર્શાવવામાં આવે છે.
લાભાર્થીએ વિવિધ દસ્તાવેજોમાંથી એક દસ્તાવેજ દર્શાવવો પડે છે, જેમ કેઃ 1. સ્પેશિયલિટી ઓક્યુપેશનમાં કુશળતાની માન્યતા. 2. માન્યતાપ્રાપ્ત વિદેશી અથવા યુએસ એસોસિયેશન અથવા સોસાયટીમાં સ્પેશિયલિટી ઓક્યુપેશનમાં સભ્યપદ. 3. જે તે વ્યક્તિ વિશે પ્રોફેશનલ પબ્લિકેશન-ટ્રેડ જર્નલ-મુખ્ય અખબારોમાં પ્રકાશિત થયેલું મટીરિયલ. 4. વિદેશમાં ખાસ વ્યવસાયમાં તાલીમ માટેનું લાઇસન્સ અથવા નોંધણી. 5. ખાસ વ્યવસાયમાં માન્યતાપ્રાપ્ત સત્તાવાળા પાસેથી મળેલી સિદ્ધિ.
અંતે, જો ખાસ વ્યવસાયમાં નોકરી મેળવવી હોય તો યુએસ ઉચ્ચ ડિગ્રી અથવા તેને સમકક્ષ ક્ષેત્રમાં ડિગ્રી મેળવેલી હોવી જોઇએ.
એચ-વનબી નોનઇમિગ્રન્ટ વર્ક વિઝા પ્રોસેસ અથવા એચ-વનબી નોનઇમિગ્રન્ટ વર્ક વિઝા ઓપ્શન વિશે વધુ માહિતી માટે તમે અમારા ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી લોયર્સ અથવા એટર્નીઝ સાથે વાત કરી શકો છો,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here