ગૂગલના CEO સુંદર પિચાઇ પદ્મ ભૂષણથી સન્માન 

 

નવી દિલ્હી: ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના CEO સુંદર પિચાઇને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં છે. આ સમ્માન તેમને અમેરિકામાં ભારતના રાજદૂત તરણજીત સિંહ સંધુએ આપ્યું હતું. તેમને ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રિ કેટેગરીમાં ૨૦૨૨ માટે પદ્મ ભૂષણ આપવામાં આવ્યું છે. સન્માનિત થવા પર પિચાઇએ કહ્યું કે ભારત હંમેશા મારી નજીક રહ્યું છે. હું જ્યાં પણ જાઉં છું, હું હંમેશા દેશને મારી સાથે લઈ જઉં છું. સાન ફ્રાન્સિસ્કોમાં પરિવારના નજીકના સભ્યોની હાજરીમાં એવોર્ડ પ્રાપ્ત કર્યોહતો. પિચાઇએ અમેરિકામાં ભારતના રાજદૂત તરણજીત સિંહ સંધૂથી એવોર્ડ સ્વીકારતાં કહ્યું કે આ અપાર સન્માન માટે હું ભારત સરકાર અને ભારતના લોકોનો ખૂબ આભારી છું. સુંદર પિચાઇ ૨૦૧૯થી ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના ઘ્ચ્બ્ છે. સુંદર પિચાઇ વર્ષ ૨૦૧૪નાં ગૂગલના હેડ બન્યા હતા. ૫૦ વર્ષીય પિચાઈનો જન્મ ૧૦ જૂન, ૧૯૭૨ના રોજ તમિલનાડુના મદુરાઈમાં થયો હતો. સુંદર પિચાઇ તમિલનાડુના ચેન્નઈમાં ઉછર્યા અને IIT  અભ્યાસ કર્યો. ત્યારબાદ તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ કર્યું અને પછી વોર્ટન સ્કૂલમાંથી MBA કર્યું. ૨૦૦૪માં તેમણે ગૂગલમાં નોકરી શ‚ કરી. પદ્મ ભૂષણે ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. આ પહેલા ભારત રત્ન અને પદ્મ વિભૂષણનો નંબર આવે છે. તેની શરૂઆત ૧૯૫૪માં થઈ હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here