ગુજરાત સરકારનું 2018-19નું બજેટ રજૂ થયું

0
898

ગુજરાત રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને નાણાંપ્રધાન નીતિન પટેલે ગુજરૈાત વિધાનસભામાં 2018-19 માટેનું બજેટ પેશ કર્યું હતું. આ બજેટમાં ખેડૂતોને અનેક લાભ આપવામાં આવ્યા છે. તેમને અપાતી સબસિડી 50 ટકાથી વધારીને 70 ટકા કરવામાં આવી છે. ગુજરાતના વાર્ષિક બજેટમાં સુરત શહેરને અપાનારી સવલતો વિષે જાહેરાત કરવામાં આવી છે. જેમાં રેલવે બ્રિજ, ફલાયઓવર બ્રિજ, એરપોર્ટ પર ઈન્ટરનેશનલ ઈમિગ્રેશન તેમજ સુરતમાં ટેકસટાઈલ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા માટે સવલતો આપવાનું પણ જણાવવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં તળાવો- ચેકડેમો ઊંડા કરવા માટે રૂ. 90 કરોડ ફાળવવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રની યોજના  માટે રૂ. 1765 કરોડ ફાળવવામાં આવ્યા છે. મેડિકલના વિદ્યાર્થીઓની 100 ટકા ફી સરકાર દ્વારા આપવામાં આવશે. વરાવળ- સુરત જિલ્લામાં બે સૈનિક સ્કૂલો શરૂ કરવામાં આવશે. સરકારી વેટરનરી દવાખાનાઓમાં મફત ઈલાજ કરવામાં આવશે. અકસ્માતનું વીમા કવચ વધારીને પાંચ લાખ રૂપિયાનું કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here