ગુજરાત વિદ્યપીઠના વહિવટ પરિવર્તનનો વિવાદઃ ૯ ટ્રસ્ટીઓઍ રાજીનામા આપ્યા

 

અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠના વહિવટ પરિવર્તનનો વિવાદ પ્રતિદિન વકરી રહ્ના છે. નવા કુલપતિની નિમણૂંકને લઈને અગાઉ સંમત ન થયેલા ૯ ટ્રસ્ટીઓઍ વિદ્યાપીઠના કોન્વોકેશન ટાણે જ સામુહિક રાજીનામુ ધરી દીધુ છે. જો કે હાલ વિદ્યાપીઠ મંડળ દ્વારા આ ટ્રસ્ટી સભ્યોના રાજીનામા સ્વીકારવામા આવ્યા નથી. મંડળ દ્વારા રાજીનામુ આપનાર ટ્રસ્ટી સભ્યો સાથે ચર્ચા કરવામા આવશે. રાજીનામુ આપનાર ટ્રસ્ટીઓઍ કોન્વોકેશનમાં હાજર પણ નહીં રહે.

ગુજરાત વિદ્યાપીઠનો ૧૦૦ વર્ષનો ઈતિહાસ હવે બદલવા જઈ રહ્ના છે, ત્યારે આ બદલાવ સાથે હવે બળવો પણ શરૂ થઈ ગયો છે. અગાઉ  વિદ્યાપીઠની બેઠકમાં નવા કુલપતિ માટે ગુજરાતના ગવર્નર ઍવા આચાર્ય દેવવ્રતના નામની દરખાસ્ત મુકવામા આવી હતી અને હાલના કુલપતિ ડો. ઈલાબહેન ભટ્ટનું રાજીનામુ સ્વીકારવામા આવ્યુ હતુ. નવા કુલપતિના નામની પસંદગી સામે ટ્રસ્ટી મંડળના આઠથી નવ જેટલા ટ્રસ્ટી સભ્યોઍ વિરોધ કર્યો હતો, પરંતુ બીજી બાજુ અધ્યાપકોના પ્રતિનિધિ સભ્યો તેમજ કુલનાયક સહિતના ૧૧થી વધુ  સભ્યોઍ નવા કુલપતિના નામ મુદ્દે તરફેણ કરી હતી. અંતે બહુમતિના આધારે નવા કુલપતિ તરીકે આચાર્ય દેવવ્રતની નિમણૂંક કરવાનો જ ઠરાવ કરી દેવાયો હતો. ત્યારબાદ થોડા જ દિવસમાં કુલનાયક દ્વારા આચાર્ય દેવવ્રતને કુલપતિ બનવા માટે સત્તાવાર રીતે આમંત્રણ પણ આપી દેવાયુ અને જેનો તેઓઍ સ્વીકાર પણ કરી લેતા હવે નવા કુલપતિ આચાર્ય દેવવ્રત જ બનવાના છે, ત્યારે અગાઉ વિદ્યાપીઠના આ સરકારીકરણને લઈને વિરોધ કરનારા ૯ ટ્રસ્ટીઓઍ સામુહિક રાજીનામુ આપી દીધુ છે.

વિદ્યાપીઠ દ્વારા સત્તાવારી રીતે જાહેર કરવામા આવ્યુ છે કે બેઠકેમાં નવ ટ્રસ્ટીઓઍ ઍક નિવેદન આપીને આઠ  ટ્રસ્ટીઓના રાજીનામા મોકલી અપાયા હતા. આ આઠ ટ્રસ્ટીઓના રાજીનામા ઉપર ચર્ચા વિચારણા કરી તેમના રાજીનામા સ્વીકારવાનું સર્વાનુમતે ઠરાવવામા આવ્યુ હતુ. વિદ્યાપીઠના આજીવન ટ્રસ્ટી નરસિંહભાઈ હઠીલા પણ આ બેઠકમાં હતા અને તેઅો રાજીનામા અસ્વીકારની વાતને અનુમોદન આપ્યુ હતું. આ ટ્રસ્ટીઓને સમજાવવા આઠ સેવક તેઓ સાથે સંવાદ કરશે. આજીવન ટ્રસ્ટી સભ્યના રાજીનામાથી હચમચી ગયેલ વિદ્યાપીઠ મંડળ હાલ બાકીના આઠ સભ્યોના રાજીનામાની વાત સ્વીકારે છે પણ રાજીનામુ આપનાર ટ્રસ્ટીઓ કહેવુ છે કે આજીવન ટ્રસ્ટી નરસિંહભાઈઍ પણ રાજીનામુ આપ્યુ છે.

વિવાદ વચ્ચે યોજાયેલ પદવીદાન સમારોહમાં ૯૨૮ વિદ્યાર્થીઅોને પદવી અર્પણ કરાઈ

ગુજરાત વિદ્યાપીઠમાં કુલપતિ તરીકે આચાર્ય દેવવ્રતની નિમણૂંક મુદ્દે ચાલીરહેલ વિવાદ બાદ ગુજરાત વિદ્યાપીઠના ૬૮માં પદવીદાન સમારોહમાં પહેલીવાર આઠ ટ્રસ્ટીઅો ગેરહાજર રહ્નાં હતા. સાથે જ પૂર્વ કુલપતિ ઈલાબહેન ભટ્ટ પણ પદવાદાન સમારોહમાં ગુજરાત વિદ્યાપીઠના નવનિયુક્ત કુલપતિ આચાર્ય દેવવ્રતે હજુ ચાર્જ સંભાળ્યો ન હોવાથી કુલનાયક રાજેન્દ્ર ખીમાણીઍ વિદ્યાર્થીઅોને પદવી આપી હતી. પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાનપદે પ્રો. રઘુવીર ચૌધરી ઉપસ્થિત રહ્નાં હતા. આ સમારોહમાં ૩૨ પીચ.ડી, ૧૫ ઍમફીલ, ૪૧૫ ઍમઍ, ૪૧૦ બીઍ અને ૫૬ પીજી ડિપ્લોમાંના વિદ્યાર્થીઅો સહિત કુલ ૯૨૮ વિદ્યાર્થીઅોને પદવી ઍનાયત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here