ગુજરાત ઇતિહાસ સંશોધન કેન્દ્રના અધ્યક્ષપદે વિષ્ણુ પંડ્યાની વરણી


અમદાવાદઃ તાજેતરમાં ગુજરાત ઇતિહાસ સંશોધન કેન્દ્રની કારોબારીની બેઠક યોજાઈ હતી, તેમાં ખ્યાત ઇતિહાસ સંશોધક અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાની સર્વાનુમતે માનદ અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી હતી, કેન્દ્રનાં ઉપાધ્યક્ષ તરીકે ડો. અમી ઉપાધ્યાય અને મહામંત્રી તરીકે ડો. દર્શન મશરૂની વરણી કરવામાં આવી હતી.
આ બેઠકમાં ભૂપેન્દ્ર દવે, સુનીલ મહેતા, ડો, દુષ્યંત નિમાવત, નિહારિકા શાહ, તૃપ્તિ ત્રિવેદી, વિનોદ રાઠોડ, ખુશી ત્રિવેદી, જસ્મીન પટેલ, ઈશાની પટેલ તેમ જ અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના ઇતિહાસ સંશોધનના કેટલાક મુદ્દાઓ વિશે ગુજરાત કક્ષાનો પરિસંવાદ યોજવાનું નક્કી કરાયું હતું. ઉપરાંત યુનિવર્સિટીમાં ઇતિહાસના વિદ્યાર્થીઓના સંશોધનમાં મદદરૂપ થવા માટે ઇતિહાસ કેન્દ્રનાં ચાર હજાર પુસ્તકો, ડીવીડી અને અન્ય દસ્તાવેજો કેન્દ્રના કાર્યાલયમાં ખુલ્લાં મુકાયાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here