ગુજરાતી મનોરંજનનું એકમાત્ર સરનામૂ એટલે શેમારૂમી દર અઠવાડિયે એક નવા મનોરંજન ના ખજાના સાથે આવી રહ્યું છે.

  

 

ગુજરાતી ફિલ્મો ના સુપરસ્ટાર મલ્હાર ઠાકર એ કર્યું શેમારૂમી  ના નવા ગુજરાતી કોન્ટેન્ટ ની આ વર્ષની સૌથી મોટી જાહેરાત

 

ગુજરાત, એપ્રિલ 2021ShemarooMe વિડિઓ સ્ટ્રીમિંગ એપ, ઇન્ડિયાના OTT માર્કેટ નો એક મહત્વનો ભાગ છે, જે ભારતની સૌથી વધારે જોવાતી અને વિક્સતી એપ માંથી એક ગુજરાતી વિડિઓ સ્ટ્રીમિંગ એપ છે. શેમારૂ એન્ટરટેઈનમેન્ટ છેલ્લા 15 વર્ષથી દરેક ગુજરાતીઓના ઘરનો એક ભાગ બની ચૂક્યું છે અને ઘણા લાંબા સમયથી તે ગુજરાતીઓને મનોરંજન આપી રહ્યું છે. શેમારૂમીનો હેતુ ગુજરાતી પરિવારના સભ્યોને એકસાથે લાવીને તમામને પસંદ પડે તેવું મનોરંજન પ્રદાન કરવાનો છે.

શેમારૂમી દર અઠવાડિયે એક નવા મનોરંજન ના ખજાના સાથે આવી રહ્યું છે. આ દિશામાં પોતાનું પહેલું પગલું ભરતાં, શેમારૂમી તેની પહેલી ડિજિટલ ફર્સ્ટ ગુજરાતી ફિલ્મસ્વાગતમ્રજુ કરશે જે સિનેમા થેયેટર પેહલા, શેમારૂમીની એપ પર રીલિઝ થશે. ફિલ્મ સ્વાગતમ્ માં ગુજરાતી મનોરંજનનો મેગાસ્ટાર મલ્હાર ઠાકર અને અભિનેત્રી કથા પટેલ મુખ્ય ભૂમિકામાં છે. તથા આવનારા સમય માં ગુજરાતી સુપર હિટ ફિલ્મચાસણી” પણ આજ પ્લેટફોર્મ ઉપર રજુ થવા જઈ રહી છે, અને બીજી ઘણી સુપરહિટ ગુજરાતી ફિલ્મો બહુ જલ્દી આજ પ્લેટફોર્મ ઉપર રજૂ થશે.  

ઉપરાંત શેમારૂમી તેની ઓરિજિનલ ગુજરાતી વેબ સિરીઝ ‘રમત પ્રતિ રમત નો ખેલષડયંત્ર’  રજુ કરશે. જેમાં અપરા મેહતા, રોહિણી હટંગડી, વંદના પાઠક, શ્રેનૂ પરીખ, દીપક ઘીવાલા, વિશાલ શાહ, અનુરાગ પ્રપ્પન અને બીજા સુપરસ્ટાર્સથી ભરપૂર પોલિટિકલ થ્રિલર દર્શકો માટે ખરેખર એક અનોખો અનુભવ બની રહેશે. રોમકોમ કોમેડી વેબ સિરીઝપૂરી પાણીપણ રજુ થશે જેમાં જિનલ બેલાની અને ભૌમિક સંપત મુખ્ય ભૂમિકા માં છે. વાત વાત માં વેબ સિરીઝ જે મા  મુખ્ય ભૂમિકા માં છે મલ્હાર ઠાકર અને પૂજા જોશી તે પણ બહુ જલ્દી રજૂ થશે.

શેમારૂમી દર અઠવાડિયે એક નવું ગુજરાતી કન્ટેન્ટ પ્રદાન કરવા જઈ રહ્યું છે. જેમાં શેમારૂમીની સૌથી લોકપ્રિય ગુજરાતી નાટકોથી ભરપૂર લાઈબ્રેરીમાં નવા નાટકો જેવા કેવહુ વટનો કટકો”, “બૈરાંઓનો બાહુબલી,જૉક સમ્રાટ, “સુંદર બે બાયડીવાળો અને બીજા ઘણા બધા નાટકોનો સમાવેશ થશે. જે ગુજરાતી દિગ્ગજ કલાકારો થી સજ્જ છે જેવા કે સંજય ગોરડિયા, રાજીવ મેહતા, પ્રતિમા ટી, અનુરાગ પ્રપ્પન, દિલીપ દરબાર, અરવિંદ વેકરીયા, અને અનેક બીજા કલાકારો જોવા મળશે. 

આ સાથે 500 થી વધુ મનોરંજન ના ટાઈટલ મા તમને ગુજરાતી મનોરંજનના મહાનુભાવો સિધ્ધાર્થ રાંદેરિયા, સરિતા જોશી, સંજય ગોરાડિયા, અપ્રા મહેતા, રૂપા દિવેટીયા, મલ્હાર ઠાકર, દિવ્યાંગ ઠક્કર, યશ સોની, દીક્ષા જોશી ઉપરાંત બીજા ઘણા બધા સિતારાઓ એક સાથે એક મંચ પર જોવા મળશે જે વિશ્વભરના ગુજરાતી પ્રેક્ષકો માટે રોમાંચિત રહેશે

શેમારૂ એન્ટરટેઈન્મેન્ટ ના CEO, શ્રી હિરેન ગડાએ કહ્યું હતું કે,એક ગુજરાતી તરીકે મેં અને મારી ટીમે ગુજરાતી મનોરંજન માટે હંમેશા અવિરતપણે કામ કર્યુ છે તથા આવનારા સમય દરમ્યાન ગુજરાતી મનોરંજનના ક્ષેત્રમાં અમે કશુંક એવું કરવા જઈ રહ્યા છીએ જેમા દર અઠવાડિયે એક નવું મનોરંજન મળશે. આ એક ઉત્સવ થી ઓછું નથી, આ એક જલસો થી ઓછું નથી, આ શેમારૂમી નું વચન છે કે જે તમારી સાથે જ છે અને તમારી માટે જ બન્યું છે. એના જ ભાગ રૂપે અમે મલ્હાર ઠાકર નું શેમારૂ ફેમિલી માં સ્વાગત કરીયે છીએ, અને બહુ જદલી તમને થિયેટર માં રજૂ થતા પેહલા, મલ્હાર ઠાકર ની ડાયરેક્ટ ટુ ડિજિટલ ફિલ્મ “સ્વાગતમ” જોવા મળશે. 

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકર નું કેહવું છે “મને ખુશી છે કે હું શેમારૂ ફેમિલી સાથે જોડાયો છું. શેમારૂમી ગુજરાતી સ્ટ્રીમિંગ એપ એ ગુજરાતી મનોરંજન નું એક માત્ર સરનામું છે. જે દરેક ગુજરાતી ને જોઈએ એ તમામ કોન્ટેન્ટ ની થાળી    જેવી છે. મારી આવનારી ગુજરાતી ફિલ્મસ્વાગતમ્શેમારૂમી ના આટલા મોટા ડિજિટલ પ્લેટફોર્મ ઉપર રજૂ થવા જઈ રહી છે. જે રીતે  આજે  દુનિયા માં લોકો ઈન્ટરનેટ અને એપ ઉપર ફિલ્મો જોવા નું પસંદ કરે છે એજ બતાવે છે કે શેમારૂમી નું યોગદાન ગુજરાતી લોકો માટે વરદાન સાબિત થશે.  હું શેમારૂ ની આખી ટીમ ને અભિનંદન આપીશ કે ગુજરાતી મનોરંજન માટે આટલું ઉમદા કામ તમે કર્યું છે તથા હંમેશા અગ્રેસર રહ્યું છે.“ 

શેમારૂમી મર્યાદિત સમય માટે નો એક વર્ષ નો પ્લાન જે $ 49.99 માં ઉપલબ્ધ હતો તે અત્યારે વેહલા તે પેહલા ના ધોરણે  ખાસ ડિસ્કાઉન્ટ માં ઓફર કરે છે.   બસ ફક્ત તમારે શેમારૂમી એપ ડાઉનલોડ કરવાની છે અને તમે એનો આનંદ લઇ શકો છો.

 

શેમારુમી વિશે:

શેમારુમી એ ભારતના અગ્રણી કન્ટેન્ટ પાવરહાઉસ, શેમારુ એન્ટરટેઈનમેન્ટ લિમિટેડની ઓવર-ધ-ટોપ (ઓટીટી) વિડિઓ સ્ટ્રીમિંગ એપ્લિકેશન છે. મીડિયા અને મનોરંજન ઉદ્યોગમાં રહીને 57 વર્ષ કરતાં વધુ સમય પછી, શેમેરૂ હવે ડિજિટલ ઇકોસિસ્ટમના મહત્વ ના ભાગ રૂપે  વિકસિત થઈ છે. શેમારૂમી એ એક વિશિષ્ટ એપ છે જ્યાં ઓથેન્ટિક ઇન્ડિયન વિડિઓ કન્ટેન્ટ જેવા કે બોલીવુડ, ગુજરાતી, ધાર્મિક, પંજાબી અને બાળકો માટે ની વિશેષ કેટેગરી જે દરેક વયજૂથો ના લોકોને પોતપોતાની પસંદગી અનુસાર જોઈ શકે. શેમારૂમી યુઝર્સ ને પોતાની ઈચ્છા અનુસાર કેટેગરી પસંદ કરવાની પુરેપુરી છૂટ આપે છે અને સાથોસાથ તેનું પેમૅન્ટ પણ અલગ કરી શકાય છે. શેમારૂમી ની બોલિવૂડના પ્રીમિયર હેઠળ એક અનોખી ઓફર પણ છે – પ્લેટફોર્મ દર શુક્રવારે વિવેચક રીતે વખાણાયેલી બોલિવૂડ મૂવીનું વર્લ્ડ ડિજિટલ પ્રીમિયર કરે છે. શેમારૂમી ગ્રાહકોને વિવિધ કેટેગરીમાંથી સબ્સ્ક્રિપ્શન્સ પસંદ કરવાની તક આપે છે. શેમરૂમીને ભારતમાં બહોળા પ્રમાણમાં સ્વીકૃતિ મળી છે અને હાલમાં જ યુ.એસ.ના બજારમાં દક્ષિણ પૂર્વ, મધ્ય પૂર્વ એશિયા, યુકે અને અન્ય ભારતીય ડાયસ્પોરા બજારોની સાથે લોન્ચ કરવામાં આવી હતી. હાલમાં શેમરરૂમી ભૌગોલિક સ્થળોએ ઉપલબ્ધ છે, તેની ઉપસ્થિતિ 150 દેશોમાં છે જ્યાં ગ્રાહકો આરામથી અનંત મનોરંજનના અનુભવી શકે છે. ગ્રાહકો ગૂગલ પ્લે, આઇઓએસ એપ સ્ટોર અને http://shemaroome.com/ પરથી શેમેરોમી ઓટીટી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે. શેમરૂમી એ પ્રેક્ષકોને એપલ ટીવી, એમેઝોન ફાયર ટીવી સ્ટીક, ક્લાઉડ વોકર ટીવી, એમઆઈ ટીવી, રોકુ અને અન્ય વિવિધ પ્લેટફોર્મ્સ પર સબ્સ્ક્રાઇબ કરવા માટે પણ ઉપલબ્ધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here