ગુજરાતમાં ભક્તિભાવપૂર્વક ઊજવાઈ રહેલ નવરાત્રિ પર્વઃ માઈ મંદિરોમાં ભક્તોની ભીડ

 

અમદાવાદઃ નવરાત્રિના તહેવારને હિન્દુ ધર્મમાં ખૂબ મહત્ત્વનો માનવામાં આવે છે. નવરાત્રિમાં મા દુર્ગાનાં નવ અલગ અલગ સ્વરૂપોની નવ દિવસ સુધી પૂજાઅર્ચના કરવામાં આવે છે અને તેમની કૃપા પ્રાપ્ત કરવામાં આવે છે. સંક્ષિપ્તમાં કહીઍ તો મા દુર્ગાને આપણે ત્યાં પધારવાનું આમંત્રણ આપવામાં આવે છે અને તેમની ભક્તિ કરી સિદ્ધિ મેળવવામાં આવે છે. વિશ્વભરી માîના નવ સ્વરૂપોની, શક્તિની પૂજા, અર્ચના, આરાધના, ઉપાસના, સાધના કરવાનો શ્રેષ્ઠ, યોગ્ય, પવિત્ર સમય ઍટલે નવરાત્રિ. સમગ્ર ગુજરાતમાં શ્રદ્ધાભક્તિ સાથે નવરાત્રિ પર્વની ઉજવણી થઈ રહી છે

આદ્ય શક્તિની આરાધનાના પર્વ નવલાં નોરતાનો રંગચંગે પ્રારંભ થયો છે. આદ્ય શક્તિની પૂજા અને આરાધનાના નવ દિવસ દિવસ દરમિયાન ગરબા મંડળોમાં ખેલૈયા મનમૂકીને ગરબા રમશે. ગુજરાતના નાનામોટા તમામ શહેરોની પોળ, સોસાયટી અને પાર્ટીપ્લોટમાં ગરબાના ભવ્ય આયોજન થયા છે. તો મોટા મંદિરોમાં ખાસ હવન, પૂજાના આયોજન થયા છે. નવરાત્રિમાં જપ, તપ અને ઉપવાસનું પણ ખાસ મહાત્મય રહેલું છે. ત્યારે માતાજીના ભક્તો નવરાત્રીના નવ દિવસ ઉપવાસ પણ કરશે. વર્ષે નવરાત્રીમાં કોઈ પણ જાતના પ્રતિબંધ હોવાથી માતાજીના મંદિરોમાં ભારે ભીડ જોવા મળી રહી છેઅંબાજી, પાવાગઢ, ચોટીલા વગેરે શક્તિપીઠોમાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યાં છે. વિવિધ દેવસ્થાનોમાં માતાજીના નવ દિવસ સુધી અનુષ્ઠાનનું આયોજન થયું છે. ત્યારબાદ દશેરાના દિવસે વિસર્જન થશે. નવરાત્રી પર્વની શુભકામનાઓ સાથે માતાજી ભક્તો ઉપર કૃપા વરસાવી રાખે તેવી પ્રાર્થના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here