ગુજરાતમાં આગ ઝરતી ગરમીઃ કેટલાક શહેરોમાં ૪૪ ડિગ્રી સુધી પારો પહોંચશે

અમદાવાદઃ રાજ્યમાં કમોસમી વરસાદ બાદ કાળઝાળ ગરમી પડવાની શરૂ થઈ ચૂકી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં ગરમીનો પ્રકોપ રહેશે. એમાં પણ અમદાવાદમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યના ૭ શહેરોનું તાપમાન ૪૦ ડિગ્રીને પાર થઈ ગયું હતુ. જેમાં સૌથી ગરમ શહેર અમદાવાદ રહ્યું હતુ. એવું પ્રથમ વાર બન્યું હતુ કે ૧ માર્ચથી ૧૦ એપ્રિલ દરમિયાન અમદાવાદનું તાપમાન ૪૧ ડિગ્રીએ પહોંચ્યું હતુ. આ પહેલા વર્ષ ૨૦૨૦માં ૫ એપ્રિલે ૪૦.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં ગરમ સૂકા પવનોની અસરથી ગરમીનું પ્રમાણ વધ્યું હતુ. અન્ય શહેરોની વાત કરીએ તો, ગાંધીનગરમાં ૪૦.૫, અમરેલીમાં ૪૦.૪, વડોદરામાં ૪૦.૨, સુરત અને દાદરાનગરહવેલીમાં ૪૦ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here