ગુજરાતની 75 નગરપાલિકાની 17મી ફેબ્રુઆરીએ ચૂંટણી, 19મીએ પરિણામ

ગાંધીનગરઃ રાજ્ય ચૂંટણીપંચ દ્વારા મંગળવારે ગુજરાતની 75 નગરપાલિકાની ચૂંટણીની તારીખ જાહેર કરાઈ હતી. 17મી ફેબ્રુઆરીએ 75 નગરપાલિકાની ચૂંટણી યોજાશે અને 19મીએ પરિણામ જાહેર થશે. 75 નગરપાલિકામાં કુલ 529 વોર્ડની બેઠકો 2116 છે અને 19,76,381 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. 2763 મતદાન-મથકો ઊભાં કરાશે. ચૂંટણીમાં 80 ચૂંટણી અધિકારી, 80 મદદનીશ ચૂંટણી અધિકારી, 15,616 પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે. ગઢડા, ચાણસ્મા, હારીજ, રાધનપુર, કરજણ, સોનગઢ, દ્વારકા, સલાયા, ભાણવડ, દાહોદ, ઝાલોદ, દેવગઢબારિયા, માંગરોલ, માણાવદર, બાંટવા, વંથલી, ચોરવાડ, વીસાવદર, જેતપુર-નવાગામ, સિહોર, ગારિયાધાર, તળાજા, ધોરાજી, ભાયાવદર, જસદણ, માણસા, વિજાપુર, ખેરાલુ, વડનગર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ, બાવળા, ધંધૂકા, સાણંદ, મહેમદાવાદ, ખેડા, ચકલાસી, મહુધા, ડાકોર, કરમસદ, વલ્લભ વિદ્યાનગર, આંકલાવ, કોડીનાર, હળવદ, તલાલા, રાજુલા, જાફરાબાદ વગેરે પાલિકામાં ચૂંટણી યોજાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here