ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને મધ્ય પ્રદેશના ગવર્નર આનંદીબહેન પટેલ હવે ઉત્તરપ્રદેશના ગવર્નર બન્યાં…

0
893

 

 ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનનારા ભાજપના અગ્રણી નેતા તેમજ મધ્યપ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલે સોમવારે રાજભવનમાં રાજ્યપાલપદના શપથ ગ્રહણ કર્યા હતા. તેઓ આ અગાઉ મધ્યપ્રદેશના રાજ્યપાલની કામગીરી બજાવી રહ્યા હતા. ઉત્તરપ્રદેશનું ગઠન થયા બાદ તેઓ રાજ્યના 25મા રાજ્યપાલ બન્યાં છે. અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધાીશ જસ્ટિસ ગોવિંદ માથુરે તેમને શપથ લેવડાવ્યા હતા. સોમવારે ઉત્તરપ્રદેશ આવેલાં આનંદીબેન પટેલનું મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ તેમજ તેમના પ્રધાનમંડળના સભ્યોએ ઉષ્માપૂર્ણ સ્વાગત  કર્યું હતું. વર્તમાન રાજયપાલ રામનાથ નાઈકની હોદા્ની મુદત 22 જુલાઈએ પૂરી થઈ ગઈ હતી. વિદાય લઈ રહેલા ઉત્તરપ્રદેશના રાજ્યપાલ રામ નાઈકે જણાવ્યું હતું કે, મને તો વધુ સાત દિવસ સુધી મારા હોદા્ પર રહેવાનું બોનસ મળ્યું છે. હું આનંદીબેન પટેલનો આભારી છું આનંદીબેન 2017મા ચૂંટણી લડ્યા નહોતા. ત્યારબાદ તેમને મધ્યપ્રદેશના ગવર્નર બનાવવામાં આવ્યા હતા. સાથે સાથે તેમને છત્તીસગઢના રાજયપાલ તરીકેની કામગીરીની વધારાની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. વહીવટીતંત્રને પૂરી શક્તિ તેમજ ક્ષમતાથી ચલાવવાની તેમની આવડતને કારણે જ તેમને પુન ઉત્તરપ્રદેશ જેવા દેશના સૌથી મોટા રાજ્યના ગવર્નરની કામગીરી સોંપવામાં આર્વી હતી. આનંદીબેન પટેલના શપથ ગ્રહણના કાર્યક્રમમાં અનેક અગ્રણી નેતાઓએ હાજરી આપી હતી. તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here