ગુગલના કર્મચારીઓ નોકરીમાંથી રાજીનામું આપી રહ્યા છે…

0
880
Google. (File Photo: IANS)
 (File Photo: IANS)

ગુગલના આશરે 4,000 જેટલા કર્મચારી ઈન્ટર નેશનલ પિટિશન કરીને ગુગલના પ્રોજેકટ મેવેનના વિરોધમાં પ્રદર્શનો કરી રહ્યા છે. અગર કોઈ વ્યક્તિને કોઈ માતબર કંપનીમાં નોકરી મળી જાય તો એ છોડીને જવું સરળ નથી હોતું. 762 બિલિયન ડોલરની કંપની છે ગુગલ . એમાં જોબ કરનારા અનેક કર્મચારીઓ પોતાની નોકરી છોડી રહ્યા છે. ત્રણ મહિના અગાઉ ગુગલે અમેરિકાના સંરક્ષણ વિભાગને એક વિવાદાસ્પદ ડ્રોનને આર્ટિફિશિયલ પધ્ધતિથી કાર્યરત કરવાનો કોન્ટ્રેક્ટ સાઈન કર્યો હતો. આ પ્રોજેક્ટનું નામ મેવેન છે. આ એ પ્રકારનો ડ્રોન હશે કે જે માણસ અને મશીન વચ્ચેનો ફરક બરાબર સમજી શકતો હશે. ગુગલના કેટલાક કર્મચારીઓ આ પ્રોજેક્ટ માટે કામ કરવા માગતા નથી. એક મશીનને આટલી હદે શકિતશાળી બનાવી દેવું યોગ્ય નથી, એટલે ગુગલના કર્મચારીઓ  એનો વિરોધ કરવા માટે નોકરીમાંથી રાજીનામું આપી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here