ગાયત્રી ચેતના સેન્ટરમાં વાસંતિક હર્ષોલ્લાસ સાથે વસંતપંચમીનું પર્વ ઊજવાયું

0
882

તાજેતરમાં વસંતપંચમીનું પર્વ ગાયત્રી ચેતના સેન્ટર પર વાસંતિક હર્ષોલ્લાસ સાથે ઊજવવામાં આવ્યું હતું. ગાયત્રી ચેતના સેન્ટર પંડિત શ્રીરામ શર્મા ઱્આચાર્ય અને માતા ભગવતીદેવી શર્માના સૂક્ષ્મ સંચાલન તથા શ્રદ્ધેય ડો. પ્રણવ પંડ્યા અને શ્રદ્ધેયા શૈલજીના માર્ગદર્શનમાં યુગનિર્માણ યોજનાનું કાર્ય કરી રહ્યું છે.
વસંતપંચમી પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીનો આધ્યાત્મિક જન્મદિન હોવાના કારણે આ આયોજનનું રૂપ શ્રદ્ધા અને સંકલ્પના સંગમના રૂપમાં રહ્યું. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા પ્રેરિત યુવા ક્રાંતિ વર્ષને નવા કીર્તિમાન આ વર્ષે આપવાના સંકલ્પો પણ લેવામાં આવ્યા હતા.

વસંતપંચમીમાં સરસ્વતીના પૂજનનો પવિત્ર દિવસ છે. મા સરસ્વતીના રૂપમાં કલા અને સંગીતના પવિત્ર સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે, જેના માધ્યમથી આ ધરતી પર ઉલ્લાસ અને જ્ઞાન યુગોથી દેખાઈ રહ્યાં છે. વસંતપંચમીનો દિવસ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર માટે એટલે પણ મહત્ત્વનો છે, કારણ કે આ દિવસને ેમિશનના સંસ્થાપક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય એમનો આધ્યાત્મિક જન્મદિવસ માનતા હતા.
એમની તપસાધના તથા શાંતિકુંજ, હરિદ્વારમાં પ્રજ્વલિત અખંડ દીપક પણ આ જ દિવસે 1926માં પ્રગટાવવામાં આવ્યો હતો. અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પરિવર્તન વિશે દઢનિશ્ચયનો પ્રકાશ આ અખંડ દીપક વરસોથી આપતો રહ્યો છે.
વસંતપંચમીનું પર્વ રવિવાર, 21મી જાન્યુઆરીની સાંજે ગાયત્રી ચેતના સેન્ટર પર ઊજવાયું. સેન્ટરના મુખ્ય હોલમાં બધા એકત્રિત થયા બાદ પ્રજ્ઞાગીત સમર્પિત કરવામાં આવ્યાં. બાળસંસ્કાર શાળાનાં બાળકોએ પવિત્ર ભાવ સાથે પ્રજ્ઞાગીતો ગાઈને વાતાવરણ ભક્તિમયની સાથે પ્રેરણામયી બનાવી દીધું. કાર્યક્રમનું સમાપન વિરાટદીપ યજ્ઞ સાથે થયું, જેમાં અનેક દીપકો પ્રજ્વલિત કરવામાં આવ્યા. પ્રત્યેક દીવા પ્રગટાવવાની સાથે દરેક વ્યક્તિએ યુગનિર્માણ યોજનાના આ પરિવર્તનકારી કાર્યક્રમોમાં ભાગીદાર થવાનો સંકલ્પો લીધા. ગાયત્રી ચેતના સેન્ટરના પરિજનોએ આ વર્ષે યુવાક્રાંતિ યોજનાને વધુ ગતિશીલ કરવાનો તથા પ્રત્યેકની અંદર યુવાશક્તિને જાગરિત કરી નવઉત્થાન માટે સમર્પિત કરવાનો સંકલ્પ કર્યો.

ગાયત્રી ચેતના સેન્ટર કાર્યકર્તાઓના સંકલ્પ તથા સમયદાનથી આ મહાન કાર્ય પૂરું કરી રહ્યું છે. વસંતપંચમીને સફળ બનાવવા પાછળ એનક લોકોએ મહેનત તથા પરિશ્રમ કર્યો છે, એ દિવસે ઉપસ્થિત જનસમૂહ વાસ્તવિક રૂપમાં સમૂહશક્તિ અને વિરાટ પરિવારનો પ્રતીક છે, જે સદૈવ વ્યક્તિ નિર્માણથી સમાજનિર્માણનાં કાર્યોમાં સમર્પિત રહેવા માટે સંકલ્પિત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here