ક્વિન એલિઝાબેથની જાહેરાત પ્રિન્સ ચાર્લ્સ રાજા, કેમિલા મહારાણા બનશે

 

બ્રિટન: બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીયએ જાહેરાત કરી છે કે પ્રિન્સ ચાર્લ્સની પત્ની કેમિલાને દેશની નવી કિવન કોન્સોર્ટ બનાવવામાં આવશે. રાણી બનવાની ૭૦મી વર્ષગાંઠના અવસર પર એલિઝાબેથે આ જાહેરાત કરી હતી. પ્રિન્સ ચાર્લ્સે તેની પ્રથમ પ્રિન્સેસ ડાયનાનું અકસ્માતમાં મૃત્યુ થયા પછી કેમિલા સાથે લગ્ન કર્યા હતા.

મહારાણી એલિઝાબેથે બ્રિટનના લોકોને પત્ર લખ્યો છે. તેમાં તેમણે લખ્યું છે કે આ પ્રસંગ તેમને બ્રિટનના લોકો દ્વારા તેમના પ્રત્યે દર્શાવવામાં આવેલા સ્નેહ અને વફાદારીને પ્રતિબિંબિત કરવા માટે વિરામ આપે છે. તેણીએ કહ્યું કે તે ઇચ્છે છે કે જયારે પ્રિન્સ ચાર્લ્સ રાજા બને ત્યારે કેમિલાને કિવન કોન્સોર્ટનું બિ‚દ મળે.

ચાર્લ્સ અને તેમની ગર્લફ્રેન્ડ કેમિલા લાંબા સમયથી સાથે છે. તેઓએ ૨૦૦૫માં વિન્ડસર પેલેસમાં ઔપચારિક લગ્ન કર્યા હતા. એલિઝાબેથની આ જાહેરાત સાથે, કેમિલાને શાહી પરિવારના સભ્ય તરીકે ઓળખવામાં આવ્યા છે. કિવન એલિઝાબેથ ૬ ફેબ્રુઆરી ૧૯૫૨ના રોજ બ્રિટનની રાણી બની, જયારે તેમના પિતા કિંગ જયોર્જ છઠ્ઠાનું અચાનક અવસાન થયું હતું. રાણી એલિઝાબેથે તેમના પત્રમાં કહ્યું કે, જયારે પણ સમય આવે છે અને મારો પુત્ર ચાર્લ્સ રાજા બનશે, ત્યારે હું જાણું છું કે તમે તેને અને તેની પત્ની કેમિલાને જ ટેકો આપશો જે તમે મને આપ્યો છે. મારી હૃદયપૂર્વક ઇચ્છા છે કે જયારે સમય આવે ત્યારે કેમિલાને કિવન કંસોર્ટ માનવામાં આવે અને તે પોતાની સેવા આપે. એલિઝાબેથ રાણી બનવાની વર્ષગાંઠની ઉજવણી ઇંગ્લેન્ડના પૂર્વમાં આવેલા રોયલ સેન્ડરિંગહામ હાઉસમાં યોજાઇ હતી. ૯૫ વર્ષીય એલિઝાબેથ ૭૦ વર્ષ સુધી બ્રિટન પર શાસન કરનાર પ્રથમ બ્રિટિશ શાસક છે. રાણીની તાજેતરની ઘોષણા પછી, તે અટકળોનો પણ અંત આવ્યો છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે ટૂંક સમયમાં શાહીપદ છોડી શકે છે. કેમિલાને હવે ઁડચેસ ઓફ કાનર્વાલ કહેવામાં આવે છે. રાણી એલિઝાબેથની નવીનતમ જાહેરાત સાથે, તે હવે નિયમિતપણે બ્રિટિશ રાજવી પરિવારના સત્તાવાર કાર્યક્રમમાં ભાગ લેશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here