કોવિડ કટોકટીએ આત્મનિર્ભર બનવાની દિશામાં ઝડપ લાવવાની ફરજ પાડીઃ નરેન્દ્ર મોદી

 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના પ્લેનેરી સેશનને સંબોધતા વર્તમાન સમયમાં દેશ કોરોના મહામારી સાથે અનેક પડકારો સાથે લડી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે વિશ્વમાં તમામ દેશો હાલમાં કોરોના મહામારી સામે લડી રહ્યા છે અને ભારત પણ તેમાં પાછળ નથી. દરેક દેશવાસી હવે આ આપત્તીને અવસરમાં બદલવાની ઈચ્છાશક્તિ સાથે કામ કરી રહ્યો છે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ તેમજ ઉદ્યોગ જગતને અપીલ કરી કે જે ક્ષેત્રમાં ભારત પાછળ રહ્યું છે તેને આત્મનિર્ભર બનાવવાની આ તક છે. આ પ્રસંગે તેમણે ઈકોનોમી પર વાત કરી હતી. કોરોનાને ટર્નિંગ પોઈન્ટ બનાવવા તેમણે કહ્યું કે, કોરોના મહામારીને અવસરમાં બદલવા એક મોટો વિકલ્પ છે આત્મનિર્ભર થવું.

વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલા આઈસીસીના કાર્યક્રમમાં તેમણે જણાવ્યું કે, આજે તમામ દેશવાસીઓના મનમાં એક જ સવાલ છે કે કદાચ આપણે મેડિકલ ઉપકરણ બનાવવાના ક્ષેત્રમાં આત્મનિર્ભર થઈએ. આપણે કોલસા અને ખનીજ સેક્ટરમાં આત્મનિર્ભર બનીએ. ખાદ્યતેલના ઉત્પાદનમાં આગળ વધીએ. ખાતરના ઉત્પાદનમાં ભારત આત્મનિર્ભર બને. આ કદાચ જ દરેક લોકોને હચમચાવીને રાખી દે છે. વિતેલા પાંચ-છ વર્ષમાં ભારત આત્મનિર્ભરતાનું લક્ષ્ય સર્વોપરી રહ્યું છે. કોરોના સંકટથી આત્મનિર્ભર થવાની ઝડપ વધારવાની શીખ લોકોને મળી છે. આમાંથી જ આત્મનિર્ભર અભિયાનનું બીજ મળ્યું છે. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે મુશ્કેલીની દવા મજબૂતી છે. મુશ્કેલ સમયમાં દર વર્ષે ભારતની ઈચ્છાશક્તિ મજબૂત બની છે. કોરોના પછી આપણે આત્મનિર્ભર ભારતના નિર્માણ તરફ આગળ વધવું પડશે. દરેક ભારતીયના મનમાં આ તરફ પગલું ભરતા પહેલા એક પ્રશ્ન ઉઠશે કે ભારત કેટલા-કેટલા ક્ષેત્રમાં આત્મનિર્ભર બની શકશે.

નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે કોરોના વિરુદ્ધની લડાઈ આપણે સંપૂર્ણ તાકાતથી લડી રહ્યા છે અને તેની સામે વિજય પ્રાપ્ત કરીને જ રહીશું. આપણા કોરોના વોરિયર્સ લડી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, આપણે કોરોનાની મુશ્કેલીને અવસરમાં બદલવી પડશે. આ સંકટ આપણા દેશ માટે સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ છે. આપણે કોવિડ ૧૯ને પછાડીને આગળ વધીશું.

પશ્ચિમ બંગાળનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે રાજ્યમાં ઉત્પાદન ક્ષેત્રને પુનઃ ચેતનવંતુ કરવું પડશે. આ સમય પારંપરિક નિર્ણયનો નહિ પણ હિંમતભેર રોકાણનો છે. વિતેલા ૫-૬ વર્ષમાં દેશને આત્મનિર્ભર બનાવવાનો ઉદ્દેશ નીતિગત નિર્ણયોમાં ટોચ પર રહ્યો છે. કોરોના વાઇરસે આપણને તેમાં ઝડપ લાવવાની ફરજ પાડી. લોકો આધારિત, લોકો સંચાલિત અને પ્લેનેટ ફ્રેન્ડલી ડેવલપમેન્ટ અમારી સરકારાનો ભાગ બની ગયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here