કોવિડના કારણે અનાથ થયેલા બાળકોને વળતર ચૂકવો: સુપ્રીમ કોર્ટ

 

આંધ્રપ્રદેશ: કોરોના વાયરસ રોગચાળાને કારણે માતા-પિતા ગુમાવનારા 10,000થી વધુ બાળકોને મદદ પૂરી પાડવા સર્વોચ્ચ અદાલતે તમામ રાજય સરકારોને આ બાળકો સુધી પહોંચવા અને વળતર ચૂકવવા નિર્દેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે આવા બાળકોને રૂ. 50,000નું વળતર ન ચૂકવવા બદલ રાજય સરકારો સામે નારાજગી વ્યકત કરી હતી અને આંધ્રપ્રદેશ અને બિહારના મુખ્ય સચિવોને વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા ખુલાસો કરવા જણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે આંધ્રપ્રદેશના મુખ્ય સચિવ સમીર શર્માને કારણ બતાવી નોટિસ જારી કરી અને પૂછયું કે દાવાઓ ચૂકવા માટે સર્વોચ્ચ અદાલતના અગાઉના આદેશનું પાલન ન કરવા બદલ તેમની સાથે અવમાનના પગલા કેમ લેવામાં ન આવે. જસ્ટિસ એમ. આર. શાહ અને સંજીવ ખન્નાની બેંચ એડવોકેટ ગૌરવકુમાર બંસલ અને અન્ય લોકોની અરજીઓ પર સુનાવણી કરી હતી. આ અરજીઓમાં કોવિડથી માર્યા ગયેલા લોકોના પરિવારોને આર્થિક સહાયની માંગ કરવામાં આવી છે.

અરજીઓમાં કહેવામાં આવ્યું છે કે બાલ સ્વરાજ પોર્ટલ પર ઉપલબ્ધ માહિતી મુજબ, દેશભરમાં લગભગ 10 હજાર બાળકોએ કોરોના વાયરસના કારણે માતાપિતામાંથી એક અથવા બંનેને ગુમાવ્યા છે. આવા બાળકો માટે અરજી દાખલ કરવી અથવા વળતર માટે દાવો કરવો ખૂબ જ મુશ્કેલ છે. 

આ બેન્ચે કહ્યું કે અમે સંબંધિત રાજયોને નિર્દેશ આપીએ છીએ કે કોવિડને કારણે જે બાળકોએ પોતાના માતા-પિતાને ગુમાવ્યા છે તેમનો સંપર્ક કરો જેથી તેમને વળતરની રકમ ચૂકવી શકાય. ખંડપીઠે કહ્યું કે અમે સંબંધિત રાજયોને પણ નિર્દેશ આપીએ છીએ કે તેઓ સંબંધિત રાજય કાનૂની સેવા સત્તાધિકારી સાથે નોંધાયેલા કોરોના સંબંધિત મૃત્યુની સંપૂર્ણ માહિતી શેર કરે. આ મામલે બેન્ચ આદેશ સંભળાવશે. અગાઉ ચાર ઓકટોબરે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કોઇપણ સરકાર કોરાનાથી મૃત્યુ પામેલા વ્યકિતના નજીકના સંબંધીઓને 50,000 રૂપિયાનું વળતર આપવાનો ઇનકાર કરશે નહી. કારણકે મૃત્યુ પ્રમાણપત્રમાં વાયરસનો ઉલ્લેખ નથી