કોલકતામાં ભાજપના અધ્યક્ષ અમિત શાહના રોડશોમાં તૃણમૂલના કાર્યકરોનો હિંસક હુમલો, તોડફોડ, વાહનો સળગાવીને તોફન મચાવ્યું…

0
978

 

કોલકતામાં ભાજપના પ્રમુખ અમિત શાહના રોડ શોમાં ખલેલ પાડવાનો પ્રયાસ ટીએમસીના કાર્યકરોઅને સમર્થકો દ્વારા કરવામાં આવ્યો હતો. અમિત શાહે પક્ષના ઉમેદવારોના સમર્થનમાં રોડ શોનું આયોજન કર્યું હતું. આ રોડ શો ચાલી રહ્યો હતો ત્યારે ટીએમસી -તૃણમૂલ કોંગસના કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો હતો.

                અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ – એબીવીપી અને ટીએમસીની યુવા પાંખ- ટીએમસી વિદ્યાર્થી પરિષદ વચ્ચે્  મારામારી થઈ હતી. રોડ શોમાં ટીએમસીના કાર્યકરોએ પથ્થરબાજી કરી હતી. ધાંધલ- ધમાલ મચાવીને રોડ શોને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. અમિત શાહ નવી રેલી પહેલાં સભાની અનુમતી ના કાગળો તપાસવા માટે પોલીસના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા. સભા ને રોડૃ શોના આયોજન માટે અનિવાર્ય ગણાતી પરવાનગીના પેપર ભાજપના આયોજકો પાસે ન હોવાનું કારણ આપીને પોલીસતંત્રે સભા- મંચ તોડવાના આદેશ આપ્યા હતા. ભાજપના અધ્યક્ષ અમિત શાહના સ્વાગત માટે લગાવવામાં આવેલાં હોર્ડિંગો, બેનરો તેમજ પોસ્ટરો પણ પોલીસે હટાવી નાખ્યા હતા.  ભાજપના અધ્યક્ષ અમિત શાહે તેમના રોડ શોમાં થયેલી તોડફોડ તેમજ હિંસાની ઘટના માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને જવાબદાર ગણાવ્યા હતા. અમિત શાહે જણાવ્યું હતું કે, તૃણમૂલ કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં હારી રહીછે એવાત જાણીને મમતા બેનરજી હતાશ થઈ ગયાં છે. અગાઉથી જ મારા રોડ શોને નિષ્ફળ બનાવવાનું કાવતરું મમતા બેનરજી દ્વારા રચવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચ પણ આંખ-કાન બંધ કરીને બેઠું છે. ચૂંઠણી પંચ માત્ર મૂક દર્શક જ બની ગયું છે. કોલકતામાં હિસ્ટ્રી શિટર ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને મમતાને જનતાની નહિ પોતાની સત્તાની પડી છે…   પોલીસે તોફાનીઓને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યા બાદ અમિત શાહે એમનો રોડૃ શો સમાપ્ત કરી દીધો હતો.

  પોલીસના જણાવ્યા અનુસાર, કોલકતા યુનિવર્સિટીની સામે તૃણમૂલ વિદ્યાર્થી પરિષદ અને લેફ્ટ વિંગના કાર્યકરોએ અમિત શાહની વિરુધ્ધ નારા પોકાર્યા હતા. કાળા વાવટા ફરકાવ્યા હતા. ભાજપના કાર્યકરો પર પથ્થરમારો કર્યો હતો. તેમના વાહનોને આગ લગાડી હતી.

અમિત શાહે જણાવ્યું હતુ કે, આ રીતે ભાજપના રોડ શોમાં તોફાન કરવાનું મમતા બેનરજીના કાર્યકરોનું પૂર્વ યોજિત કાવતરું હતું.હું આ હિંસાની ઘટનાની આલોચના કરું છું. હું પશ્ચિમ બંગાળના નાગરિકોને વિનંતી કરું છું કે તેઓ આ હિંસાનો જવાબ આખરી તબક્કાના મતદાનમાં ભાજપના ઉમેદવારને મત આપીને આપે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here