કોરોના સામે લડવા વિશ્વના દેશોએ મોરચો માંડ્યો, યુએસમાં છનાં મોત

 

વોશિંગ્ટનઃ કોરોના વાઇરસના હાહાકાર વચ્ચે ઓસ્ટ્રેલિયા, જાપાન, દક્ષિણ કોરિયા અને યુનાઇટેડ કિંગ્ડમની સરકારો સફાળી જાગી છે અને સંકટને ડામવા માટે તેમને આર્થિક રાહત પેકેજ સહિતનાં પગલાં લેવાની ફરજ પડી છે. કોરોનાને નાથવા માટે ટૂંક સમયમાં એન્ટી-વાઇરલ સારવાર માટે પગલાં લેવામાં આવશે તેમજ આગામી વર્ષ સુધીમાં એની રસી પણ વિકસાવવા માટે વિશ્વના દેશોએ કમર કસી છે.

અમેરિકામાં કોરોના વાઇરસથી મૃત્યુઆંક છ પર પહોંચ્યો છે. વોશિંગ્ટનમાં વધુ ચાર લોકોનાં કોરોનાને કારણે મોત થયાં હોવાના અહેવાલ મળ્યા છે, જ્યારે ૯૧ જેટલા કેસ પોઝિટિવ હોવાનું જણાયું છે. અમેરિકામાં કોરોના વાઇરસથી મૃત્યુઆંક વધતાં વિદેશથી આવતા પ્રવાસીઓ પર બાજનજર રાખવાના આદેશો અપાયા છે. ઇન્ડોનેશિયા કોરોનાથી ઉદ્ભવેલા સ્વાસ્થ્ય સંકટ સામે બીજું સ્ટિમ્યુલસ પેકેજ આપવા કવાયત કરી રહ્યું છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઇને જણાવ્યું હતું કે તેમનું રાષ્ટ્ર કોરોના સામે જંગ માટે સજ્જ છે.

બાર વર્ષ પછી વૈશ્વિક અર્થતંત્ર મંદી તરફ ધકેલાઈ રહ્યું છે. ઓઇસીડીના મતે કોરોના સંકટથી વૈશ્વિક અર્થતંત્રોમાં ફરી મંદી પ્રવર્તવાની ભીતિ છે. ઈટાલી તેમજ સ્પેનમાં કોરોનાના કેસોમાં આવેલા ઉછાળાને પગલે યુરોપિયન સંઘે વિશેષ ટીમ તૈયાર કરી છે.

અમેરિકામાં કોરોના વાઇરસે માથું ઊંચક્યું છે અને વોશિંગ્ટનમાં છ લોકો મોતને ભેટ્યા છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વાઇસ-પ્રેસિડેન્ટ માઇક પેન્સ સાથે મળીને સ્થિતિની સમીક્ષા કરી છે અને કોરોના માટેની રસી બનાવવા પર કામ કરી રહેલા સ્વાસ્થ્ય અધિકારીઓ તેમજ કોર્પોરેટ્સ સાથે ચર્ચા પણ કરી હતી. ઇન્ડોનેશિયાએ અગાઉ ૭૨૫ મિલિયન ડોલરનું રાહત પેકેજ જાહેર કર્યા બાદ હવે વધુ મોટા બીજા રાહત પેકેજની તૈયારીઓ હાથ ધરી છે.

ભારત દ્વારા પણ કોરોનાગ્રસ્ત દેશોમાંથી પ્રવાસ કરીને પરત આવતા લોકોના સ્કેનિંગના આદેશ આપ્યા છે. 

આ ઉપરાંત દેશમાં કોરોનાના દરદીઓની સારવાર માટે વિશેષ આઇસોલેશન વિભાગ પણ હોસ્પિટલોમાં ઊભા કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here