કોરોના વેક્સિન ફ્રીમાં મળશે કે નહીં? દિલ્હી સરકારે કર્યો મોટો નિર્ણય

 

નવી દિલ્હીઃ કોરોના રસીકરણ ૧૬ જાન્યુઆરીથી આખા દેશમાં શરૂ થવાનું છે. સરકારે જાહેર કરેલા આદેશ મુજબ ૧૬ જાન્યુઆરીથી પહેલા તબક્કામાં ૩ કરોડ કોરોના વોરિયર્સ અને ફ્રન્ટ લાઇન વર્કર્સને કોરોના રસી અપાશે. કેન્દ્રએ આ ૩ કરોડ લોકોના રસીકરણનો ખર્ચ ઉપાડવાની જવાબદારી લીધી. નોંધનીય છે કે આ રકમ ભ્પ્ ઘ્઱્ીશ્વફૂસ્ર્ જ્્યઁફુમાંથી આવશે. અને આ ૩ કરોડ લોકોમાં રાજનૈતિક પ્રતિનિધિઓનો સમાવેશ થતો નથી. આપને જણાવી દઇએ કે સરાકરે પૂણે સ્થિત લ્ત્ત્ને કોવિશિલ્ડના ૧.૧૦  કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે. જેનો એક ડોઝ સરાકરને ઞ્લ્વ્ સહિત ૨૨૦/- રૂ.માં પડશે. આ સિવાય સરાકરે ભારત બાયોટેકને કોવેક્સિનનો ૫૫ લાખનો ઓર્ડર આપ્યો છે. જેનો એક ડોઝ સરકારને ઞ્લ્વ્ સહિત ૩૦૯/- રૂ.માં પડશે. નોંધનીય છે કે ભારત બાયોટેક સરકારને ૧૮ લાખ જેટલા ડોઝ મફત આપવાની છે. એવામાં સામાન્ય લોકોને કોરોનાની રસી મફતમાં મળશે કે કેમ? એ અંગેની શંકા, મૂંઝવણો પર સ્પષ્ટતા કરતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે, હું દરેકને વિનંતી કરું છું કે કોવિડ રસી વિશે ખોટી માહિતી ન ફેલાવો. મેં કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે કોવિડ રસી બધાને વિના મૂલ્યે પૂરી પાડવી જોઈએ. જો કેન્દ્ર તે કરતું નથી અને જરૂર ઉભી થાય તો લોકોને આ રસી નિઃશુલ્ક આપવામાં આવશે.

કેજરીવાલ ડો. હિતેશ ગુપ્તાના પરિવારની મુલાકાતે હતા, જેમણે કોવિડ-૧૯ ફરજમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમણે આગળ કહ્યું કે, અમે કોરોના વોરિયર્સને પ્રોત્સાહિત કરવાની યોજના શરૂ કરી હતી અને તે અંતર્ગત હું દરેકના પરિવારને એક કરોડની સહાય આપવા આવ્યો છું. તેમની પત્ની શિક્ષિત છે અને અમે તેમને દિલ્હી સરકારમાં ભરતી કરીશું. આપને જણાવી દઇએ કે સીરમ ઇનિ્સ્ટટયૂટ ઓફ ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે તે સરકારને કોવિશિલ્ડનો એક ડોઝ ૨૦૦/-માં આપશે, જ્યારે પ્રાઇવેટ લેબ માટે આ ચાર્જ ૧૦૦૦/- હશે. કોરોનાના નામે ઘણા રાજકરણીઓએ પોતાની રોટલી શેકી છે. ભારતમાં બિહાર વિધાનસભની ચૂંટણી પહેલા જો ફ્ઝ઼ખ્ સત્તામાં આવે તો બધાને કોરોનાની રસી મફત મળશે એવું વચન આપવાવાળી ગ્થ્ભ્એ પહેલી પાર્ટી હતી.

ભારતમાં કોવિશિલ્ડ અને કોવેક્સિન સિવાય આઠ સંભવિત કોરોના રસીઓના પરીક્ષણો ચાલી રહ્યા છે. વિશ્વના બધા દેશોની નજર ભારતની રસીઓ પર છે. એવામાં ઘણું રાજકારણ થશે. અને ઘણા કાળા બજાર પણ ચાલશે. એ સિવાય ષ્ણ્બ્ના નિષ્ણાતોએ આખા વિશ્વને કહી જ રાખ્યું છે કે યુવા વર્ગ સુધી કોરોના રસી પહોંચતા હજી એક વર્ષ જેટલો સમય નીકળી જશે.  રાજસ્થાન, દિલ્હી અને છત્તીસઢ રાજ્યોએ સરકારને મફત રસી આપવાની માંગ કરી છે. જ્યારે પશ્ચિમ બંગાળ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કેરળ, ઓડિશા, અસમ, તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટક રાજ્યોએ નક્કી કરી લીધું છે કે આ રાજ્યો પોતે જ સામાન્ય લોકોને કોરોના રસી મફતમાં આપશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here