કોરોના મહામારીની અસર દાયકાઓ સુધી અનુભવાશે: WHO

 

ન્યુયોર્ક: હાલ દુનિયાભરમાં કોરોના વાઇરસનો ચેપ ઓસરી રહ્યો છે છતાં કોરોના મહામારીની અસર દાયકાઓ સુધી અનુભવાશે તેમ વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના વડા ડો. ટેડરોસ અધાનોન ઘેબ્રેયેસસે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મહામારી જેટલી લંબાતી જશે તેટલી અસર વધારે ભયાનક બનતી જશે. ખાસ કરીને સમાજના નીચલા થરના લોકો પર તેની ભીષણ અસર જોવા મળશે. ટેડરોસે જણાવ્યું હતું કે હાલ કોમનવેલ્થ દેશોમાં માત્ર ૪૨ ટકા લોકોએ જ કોરોનાની રસીના બંંને ડોઝ મેળવ્યા છે. તેની સામે આફ્રિકન કોમનવેલ્થ દેશોની વસ્તીમાં સરેરાશ રસીકરણનો દર માત્ર ૨૩ ટકા રહ્યો છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ બે વર્ષ બાદ પહેલીવાર ઇન્ટરનેશનલ ટ્રાવેલ માટે સરહદો ફરી ખોલવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાન સ્કોટ મોરિસને જણાવ્યું હતું કે જો તમે કોરોનાની રસીના બંને ડોઝ મેળવ્યા હોય અને તમને આવકારવા માટે  ઓસ્ટ્રેલિયા તૈયાર છે. ૨૧મી ફેબુ્રઆરીથી ઓસ્ટ્રેલિયાની સરહદ ફરી ખોલવામાં આવશે.  પહેલી ફેબ્રૂઆરીથી સમગ્ર એશિયામાં લુનાર નવા વર્ષની ઉજવણી મોટાપાયે કરવામાં આવી હોવાથી ઘણાં એશિયન દેશોમાં કોરોનાના કેસોમાં મોટો ઉછાળો આવવાની સંભાવના છે. ઓમિક્રોન વેરિઅન્ટને કારણે આગામી સપ્તાહોમાં કેસોની સંખ્યામાં મોટો વધારો થશે તેવી ચેતવણી અધિકારીઓએ આપી હતી.  જાપાનમાં કોરોનાના ૯૦,૦૦૦ કેસો નોંધાયા જેમાંથી ૧૭,૫૨૬ કેસો ટોકિયોમાં નોંધાયા હતા. ઓમિક્રોનનો ચેપ વૃદ્ધોમાં ઝડપભેર પ્રસરી રહ્યો હોવાથી હોસ્પિટલોમાં દાખલ થનારા લોકોની સંખ્યા વધી ગઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here