કોરોના મહામારીના સંકટકાળમાં મજૂરો- કામદારોના પલાયનને રોકવા , તેમને સહુને અનિવાર્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે , તેમના ભોજન- રાશનની યોગ્ય વ્યવસ્થા કરવા માટે સુપ્રીમ કોર્ટે દિલ્હી, હરિયાણા તેમજ યુપીની સરકારોને કરેલો આદેશ…

 

          સુપ્રીમ કોર્ટે ઉપરોક્ત રાજ્યોની સરકારને દિલ્હી- એનસીઆરમાં ફસાઈ ગયેલા મજૂરોને આત્મ- નિર્ભર ભારત યોજના કે બીજી કોઈ પણ યોજનાની અંતગર્ત , સાર્વજનિક વિતરણ પ્રણાલિના માધ્યમથી કે બીજી કોઈ પણ રીતે મે મહિનામાં રાશન ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એમઆર શાહની બેન્ચે સુપ્રીમ કોર્ટમાં એક્ટિવિસ્ટ હર્ષ મંદર, અંજલિ ભારદ્વાજ અને જગદીપ છોકર તરફથી દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી રહી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, અધિકારી રાશન માટે કોઈ પણ રીતના ઓળખપત્ર પર વધારે બાર આપએ નહિ. આ ઉપરાંત સર્વોચ્ચ અદાલતે દિલ્હી, યુપી અને હરિયાણાના એનસીઆરમાં આવનારા જિલ્લાઓમાં ફસાયેલા મજૂર પ્રવાસીઓને પોતાના ઘરે મોકલવા માટે પરિવહનની યોગ્ય વ્યવસ્થા કરવાનો પણ આદેશ આપ્યો હતો. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર, ગુજરાત અને બિહારને પણ આવેદન પર નોટિસ પાઠવી હતી.  જેમાં તેમની પાસેથી જવાબ માગવામાં આવ્યો હતો કે, તેઓ એમના રાજ્યમાં ફસાયેલા મજૂરોને પરત તેમના વતન મોકલલાની શું વ્યવસ્થા કરી રહ્યા છે..મજદૂરો- કામદારોના પ્રવાસ- પરિવહનનની સાથે તેમના માટો ભોજનની પણ શું વયવસ્થા કરવામાં આવી છે- એ અંગે અદાલતે ઉત્તર માગ્યો હતો.