કોરોના પર ચોંકાવનારો રિપોર્ટ, ચોમાસામાં મુંબઈમાં તબાહી મચાવી શકે છે વાઇરસ

 

મુંબઈઃ મહારાષ્ટ્ર દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે અને તેમા પણ મુંબઈમાં તો સૌથી વધુ કેસ છે. આવામાં સપનાના શહેર મુંબઈમાં જ્યારે પહેલેથી જ કોરોના વાઇરસનો ભરડો ચુસ્ત છે અને લોકો વધુ સંખ્યામાં કોરોનાથી સંક્રમિત છે ત્યાં એક વધારે ચિંતાજનક સમાચાર આવી રહ્યાં છે. ત્ત્વ્ ગ્ૃંર્ણુીક્કના એક તાજા રિપોર્ટમાં જણાવાયું છે કે આવનારા ચોમાસામાં મુંબઈમાં કોરોના વાઇરસના કેસ હજુ વધશે. 

આઈઆઈટી બોમ્બેના અભ્યાસ મુજબ ચોમાસા દરમિયાન કોરોના વાઇરસનો ચેપ ઝડપથી ફેલાઈ શકે છે. સ્ટડીમાં દાવો છે કે હ્યુમિડિટી એટલે કે ભેજ વધવાથી વાતાવરણમાં કોરોના વાઇરસ વધુ સમય સુધી જીવિત રહી શકે છે. આ સ્ટડી આઈઆઈટી બોમ્બેના બે પ્રોફેસરોએ કર્યો છે. જેમનું માનવું છે કે વધુ તાપમાન અને ઓછા ભેજના કારણે ઉધરસ કે છીંકના ડ્રોપલેટ્સને સૂકાઈ જવામાં ઓછો સમય લાગે છે, પરંતુ ચોમાસા દરમિયાન ભેજવાળુ વાતાવરણ રહેશે જેથી કરીને લોકોને ઊધરસ આવે કે છીંકના ડ્રોપલેટ્સને સૂકાતા વધુ સમય લાગશે. જેના કારણે સંક્રમણ હજુ વધુ ફેલાવવાની આશંકા છે. આ રિસર્ચ અમેરિકાના એક જર્નલમાં પ્રકાશિત થયો છે. 

આ તાજા રિસર્ચ મુજબ ડ્રોપલેટ્સને સૂકાઈ જવામાં સૌથી ઓછો સમય સિંગાપુરમાં લાગ્યો અને સૌથી વધુ સમય ન્યૂયોર્કમાં લાગ્યો. આ જ કારણ છે કે ન્યૂયોર્ક દુનિયામાં કોરોના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત શહેરોમાંથી એક છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here