કોરોના છતાં સુરતના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં એક્સપોર્ટ ૫૦૦૦ કરોડ વધ્યું

 

સુરતઃ દેશને સ્વતંત્ર થવાને ૭પ વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે ચેમ્બર દ્વારા ર૦થી ર૬ સપ્ટેમ્બર દરમ્યાન વાણિજ્ય સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે ઉદ્ઘાટન સમારોહને સંબોધતા ડીજીએફટીના એડિશનલ કમિશનર વિરેન્દ્ર સિંઘે જણાવ્યું હતું કે કોરોના કાળમાં પણ સેઝના એકસપોર્ટમાં ૪૫ ટકાનો વધારો નોંધાયો છે. ૧૨,૦૦૦ કરોડનું એકસપોર્ટ ૧૭,૦૦૦ કરોડ પર પહોંચ્યો છે તે દર્શાવે છે કે સુરતની ઇન્ડસ્ટ્રીમાં હજી ઘણું પોટેન્શિયલ છે.

ઇપીસીજી લાયસન્સ કઢાવવામાં પણ દેશમાં સુરત ત્રીજા ક્રમે આવે છે. આ સ્કીમનો સૌથી વધુ લાભ દિલ્હી, મુંબઇ પછી સુરતના ઉદ્યોગકારોએ લીધો છે. અત્યારે સૌથી મોટી સમસ્યા કન્ટેઇનરના અભાવની છે. એક કન્ટેઇનરનો ભાવ ૧૦૦૦ ડોલરથી વધી ૭૫૦૦ ડોલર થઇ ગયો છે. એકસપોર્ટ વધારવું હવે સહેલું છે હવે તે બધી પ્રોસેસ ઓનલાઇન છે અને માત્ર ત્રણ દિવસની અંદર એકસપોર્ટરોને ઇપીસીજી અને એડવાન્સ ઓથોરાઇઝેશન મળી જાય છે. માલને નિર્યાત કરતા પહેલા એકસપોર્ટરોએ સપ્લાય અને ડિમાન્ડનો ડેટા જોવાનો રહે છે. આઇટીસી એચએસ કોડ જોવાનો રહે છે. વિદેશમાં આ કોડ ૮ ડિજીટનો હોય છે અને ભારતમાં ૬ ડિજીટનો હોય છે. એકસપોર્ટરોને માલ-સામાનની આયાત  નિર્યાત કરવા માટે ડીજીએફટીમાં રજિસ્ટ્રેશન કરવાનું રહે છે.

તેમણે ડયૂટી એકઝમ્પ્શન સ્કીમ અંતર્ગત એડવાન્સ લાયસન્સ લઇ શકાય છે. એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ અંતર્ગત ઇપીસીજી લાયસન્સ મેળવી શકાય છે. ભારતમાં ઇપીસીજી લાયસન્સ મેળવનારાઓમાં દિલ્હી અને મુંબઇ બાદ ત્રીજો નંબર સુરતનો આવે છે.

કોવિડને કારણે ફોરેન ટ્રેડ પોલિસી ર૦ર૦ની સમય મર્યાદા સપ્ટેમ્બર ર૦ર૧ સુધી વધારી દીધી છે. આથી એકસપોર્ટ માટે પ્રોડકટની કવોલિટી ઉપર ખાસ ધ્યાન આપવું પડશે. ભારતમાંથી રો મટિરિયલનું એકસપોર્ટ નહીં થવું જોઇએ અને કોઈપણ વસ્તુની વેલ્યુ એડેડ આઇટમ્સ એકસપોર્ટ કરવા માટે એકસપોર્ટરોને તેમણે અનુરોધ કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here