કોરોનાને નિષિ્ક્રય કરતી DRDO નવી દવા 2-DG ટૂંક સમયમાં બજારમાં આવશે

 

નવી દિલ્હીઃ કોરોનાને ફટકાર લગાડવા માટે ૨-ડીજી દવા ભારત માટે ખુશીની લહેર લાવી છે. આ ડ્રગની શોધ કરનારા ડોકટરો કહે છે કે તેઓએ સફળતાનું પહેલું પગલું હાંસલ કર્યું છે. ડીઆરડીઓની નવી દવા 2-DG ગેમ-ચેન્જર કહેવામાં આવી રહી છે. DRDOનું કહેવું છે કે આ દવાથી દર્દીઓની ઓક્સિજન પર નિર્ભરતા ઘટશે, એ ઉપરાંત તેમને સાજા થવામાં ૨-૩ દિવસ લાગશે, એટલે કે હોસ્પિટલમાંથી દર્દીઓને જલદી રજા મળી જશે. 

હિસારમાં જન્મેલા ડીઆરડીઓ ચીફ સાયન્ટિસ્ટ સુધીર ચંદના અને તેમની ટીમે દેશને એક મોટી ભેટ આપી છે. તેમણે ઉત્તર પ્રદેશના બલિયા અને ગોરખપુરના નામે પણ સિદ્ધિઓ રેકોર્ડ કરી છે. ૨-ડિ ઓક્સી-ડી-ગ્લુકોઝ (૨-ડીજી) ડ્રગ ડિસ્કવરી ટીમમાં સામેલ ડો. સુધીર ચંદનાએ એચ.એ.યુ.માંથી એમ.એસ.સી. પાસ કરી છે.

DRDOની ઈનિ્સ્ટટ્યૂટ ઓફ ન્યૂક્લિયર મેડિસિન એન્ડ એલાયડ સાયન્સિસ (INMAS)ની લેબોરેટરીમાં તૈયાર થઈ રહેલી આ દવા ગ્લુકોઝની જ એક સબિ્સ્ટટ્યૂટ છે. એ માળખાકીય રીતે ગ્લુકોઝ જેવી જ છે, પરંતુ હકીકતમાં એનાથી અલગ છે. એ પાઉડરના રૂપમાં છે અને પાણીમાં મિક્સ કરીને દર્દીઓને આપવામાં આવે છે. કોરોનાવાઇરસ પોતાની એનર્જી માટે દર્દીના શરીરમાંથી ગ્લુકોઝ લે છે. જ્યારે આ દવા માત્ર સંક્રમિત કોષોમાં જમા થઈ જાય છે. કોરોના વાઇરસ ગ્લુકોઝ સમજીને આ દવાનો ઉપયોગ કરવા લાગે છે. આ રીતે વાઇરસને એનર્જી મળવાનું બંધ થઈ જાય છે અને એનો વાઇરસ સિન્થેસિસ બંધ થઈ જાય છે. એટલે કે નવો વાઇરસ બનવાનું બંધ થઈ જાય છે અને બાકીના વાઇરસ મરી જાય છે.

દેશ માટે કોવિડની પહેલી દવા શોધી કાઢનાર ડીઆરડીઓના વરિષ્ઠ વૈજ્ઞાનિક અનંત નારાયણ ભટ્ટ કહે છે કે આ ટુ-ડી ઓક્સી-ડી ગ્લુકોઝ દવાની કિંમત સામાન્ય રહેશે. દવાના ઉત્પાદન સાથે, ભાવમાં વધુ ઘટાડો થશે. તે સમાજના દરેક વર્ગને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ દિશામાં કામ ચાલી રહ્યું છે. દવાના એક પાઉચની કિંમત ૫૦૦-૬૦૦ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે સરકાર તેમાં કેટલીક સબસિડીની જાહેરાત કરી શકે છે. સામાન્ય ગ્લુકોઝની જેમ આ દવા પાઉચમાં પાઉડરના રૂપમાં મળશે. એને પાણીમાં મિક્સ કરીને મોંથી દર્દીને આપવાની રહેશે. ડોક્ટર દવાનો ડોઝ અને સમય દર્દીની ઉંમર, મેડિકલ કન્ડિશન વગેરેની તપાસ કરીને એનો ઉપયોગ કરશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here