કોરોનાની મહામારીના પ્રકોપને કારણે જૂનમાં પણ મલ્ટીપ્લેકસ , સિનેમાઘરો ખોલવા બાબત વહીવટીતંત્ર અસમંજસમાં છે, એટલે માત્ર ઓટીટી પ્લેટફોર્મ્સ જ એક માત્ર વિકલ્પ છે…

 

      હાલની પરિસ્થિતિ જોતાં મહાનગરોમાં સિનેમાઘરો ખોલાય તેવી શક્યતા નહીવત છે. કોરોનાની ભીતિને કારણે લોકો થિયેટરોમાં ફિલ્મ જોવા જાય એ પણ સંભાવના પાંગળી લાગે છે. બોલીવુડના નિર્માતા, કલાકારો, ફિલ્મના વિતરકો કલાકાર- કસબીઓ તેમજ સિને – કામદારો સહુને માટે આ ચિંતાજનક છે. લોકોને મનોરંજન ઘેર બેઠા પૂરું પાડવા નેટફિલક્સ, એમેઝાન પ્રાઈમ,  ડિઝની ને હોટ સ્ટાર વગેરે ઓટીટી પ્લેટફોર્મ પૂરી તૈયારી કરી રહ્યા છે. હવે ટૂંક સમયમાં જ નવી વેબ સિરિઝો ને ફિલ્મો રિલિઝ કરવામાં આવશે. આગામી 18 જૂનના અભિનેત્રી વિદ્યા બાલનની ફિલ્મ શેરની એમેઝોન પ્રાઈમ પર રિલિઝ થવાની છે. જેમાં વિદ્યા બાલન એક ફોરેસ્ટ ઓફિસરની ભૂમિકા ઩નિભાવિ રહ્યા છે. 11 જૂનના મુંબઈની મધ્યમવર્ગની હાઉસિંગ સોસાયટીના કથાનક પર આધારિત વેબ સિરિઝ સન ફલાવર ઝી-5 પર રિલિઝ થઈ રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here