કોરોનાની બીજી લહેર પર પણ ન્યુ ઝીલેન્ડનો વિજય, દેશમાં ઉજવણી કરાશે

 

વેલિંગ્ટનઃ કોરોનાની મહામારી વચ્ચે ન્યુ ઝીલેન્ડે ફરી એક વખત કોરોના વાઇરસ પર વિજય પ્રાપ્ત કર્યો છે. કોરોના વાઇરસની બીજી લહેર પર પણ આ ટચૂકડા દેશે કાબૂ મેળવીને દુનિયાને દંગ કરી દીધું છે.

ન્યુ ઝીલેન્ડમાં લોકોએ તેની જોરદાર ઉજવણીની તૈયારીઓ શરૂ કરી છે. આ પહેલા ન્યુ ઝીલેન્ડના આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી હતી કે, ઓકલેન્ડમાં કોરોનાના જે છ દર્દીઓ હતા તે સાજા થઈ ગયા છે અને દેશમાં હવે કોરોના વાઇરસનો એક પણ કેસ નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ દર્દીઓ ઓગસ્ટમાં સામે આવ્યા હતા. આ પહેલા કોરોના પર ન્યુ ઝીલેન્ડ કાબૂ મેળવી ચુક્યુ હતુ. જોકે ૧૦૨ દિવસ બાદ નવા દર્દીઓ જોવા મળતા ચિંતા ફેલાઈ હતી પણ હવે આ દર્દીઓ સાજા થઈ ગયા બાદ ઓકલેન્ડમાં તમામ પ્રતિબંધો પણ હટાવી દેવાયા છે. તેની સાથે સાથે દેશમાં કોઈ પણ સ્થળે ચાર લોકોથી વધુ ભેગા થવા પરનો તેમજ રેસ્ટોરન્ટમાં ૧૦૦થી વધુ લોકોના જમવા પરનો પ્રતિબંધ પણ દુર કરાયો છે.

ન્યુ ઝીલેન્ડ સરકારે જાહેરાત કરી છે કે, ૧૮ ઓક્ટોબરે કોરોના પરના વિજયની ઉજવણી કરાશે. લોકોએ સામૂહિક પ્રયાસોથી ફરી કોરોનાને માત આપી છે. ન્યુ ઝીલેન્ડમાં કોરોના વાઇરસ માટે બનાવાયેલી સિસ્ટમ અસરકારક પૂરવાર થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here