કોરોનાની દહેશતઃ સાઉદી અરેબિયાએ ભારતથી આવતી જતી તમામ ફ્લાઇટ્સ પર રોક

કોરોનાની દહેશતઃ સાઉદી અરેબિયાએ ભારતથી આવતી જતી તમામ ફ્લાઇટ્સ પર રોક

નવી દિલ્હીઃ કોરોનાના વધતા જોખમને જોતા સાઉદી અરેબિયાએ ભારત આવનારી અને જનારી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી છે. ભારતની સાથે સાથે બ્રાઝિલ અને આર્જેન્ટિનાથી પણ મુસાફરોની અવરજવર પર પ્રતિબંધ લગાવ્યા છે. 

સાઉદી અરબની Civil Aviation Authority દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં કહેવાયું છે કે કોરોનાના વધતા જોખમને જોતા ભારત, બ્રાઝિલ અને આર્જેન્ટિનાથી આવતી અને જતી તમામ ફ્લાઈટ્સ પર અસ્થાયી રીતે રોક લગાવવામાં આવી છે. આમાં એવા  વ્યક્તિઓ પણ સામેલ છે જે સાઉદી અરબ આવતા પહેલા ૧૪ દિવસ પહેલા ઉપરોક્ત કોઈ દેશમાં ગયા હોય. જો કે, જે મુસાફરો પાસે સરકાર તરફથી અધિકૃત આમંત્રણ છે તેમને આ પ્રતિબંધમાંથી છૂટ મળશે. 

જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા મુજબ સાઉદી અરબમાં કોરોનાના ૩,૩૦,૭૯૮ કેસ નોંધાયા છે. સાઉદી અરેબિયા અને યુએઈમાં મોટી સંખ્યામાં પ્રવાસી ભારતીયો રહે છે. આવામાં સાઉદી અરબની સરકારનો આ નિર્ણય ભારતીયો માટે મોટી મુશ્કેલી પેદા કરી શકે છે. 

અત્રે નોંધનીય છે કે UAE સરકારના નિયમો મુજબ ભારતથી આવતા મુસાફરોએ મુસાફરીના ૯૬ કલાક પહેલા RT-PCR ટેસ્ટ કરાવવાનો હોય છે અને તેમણે કોરોના નેગેટિવનું સર્ટિફિકેટ રાખવું પણ જરૂરી છે. થોડા દિવસ પહેલા એર ઈન્ડિયા એક્સપ્રેસે કહ્યું હતું કે દુબઈનીCivil Aviation Authority એ ૨૮ ઓગસ્ટ અને ૪ સપ્ટેમ્બરના રોજ જે મુસાફરો પાસે સર્ટિફિકેટ હતા તેમને લાવવા બદલ પણ તેમની ઉડાના પર ૨૪ કલાકની રોક લગાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here