કોંગ્રેસનેતા ચિદંબરમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્યદિને આપેલા રાષ્ટ્રીય પ્રવચનમા કરાયેલી ત્રણ ઘોષણાઓનું સ્વાગત કરીને પ્રશંસા કરી.

0
910

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી આપેલા પ્રવચનમાં કરવામાં આવેલી 3 ઘોષણાઓને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદંબરમે બિરદાવી હતી અને તેનું સ્વાગત કર્યું હતું. કોંગ્રેસના પ્રખર નેતા પી. ચિદંબરન મોટેભાગે ભાજપ તેમજ મોદી સરકારની નીત્ તેમજ કામગીરીની ટીકા કરતા હોય છે. પરંતુ તેમણે શુક્રવારે એક નિવેદનમાં મોદીએ તેમના ભાષણમાં કરેલી 3 ઘોષણાઓની પ્રસંસાકરતા કહ્યું હતું કે, લોકોએ એનું સ્વાગત કરીને એનો અમલ કરવો જોઈએ. નાનું કુટુંબ અને પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ – એ જન અભિયાન બનવું જોઈએ. 

    આ અગાઉ મોદી સરકારના  અનુચ્છેદ 370 રદ કરવાના નિર્ણયને ચિદંબરમે દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો. વડાપ્રધાને પ્રવચનમાં ત્રણ બાબતો પર ભાર મૂક્યો હતો- પહેલું- નાનો પરિવાર રાખવો એ આપણું સૌનું રાષ્ટ્રીય કર્તવ્ય છે. બીજું- ધનવાન – અમીર લોકોને શકની નજરે ના જોવા જોઈએ, તેમનું સન્માન કરવામાં આવવું જોઈએ. ત્રીજું- પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ થવો જોઈએ. લોકોએ પોતાનું કર્તવ્ય સમજીને આ કાર્ય કરવું જોઈએ. એના માટે સહુએ સાથે મળીને સાર્વજનિક અભિયાન ચલાવવું જોઈએ. 

      ચિદંબરમે એમના ટવીટમાં જણાવ્યું હતું કે, આશા છેકે મોદીની આ ઉપરોકત ત્રણે ઘોષણાઓ નાણાંપ્રધાન તેમજ તેમની ટીમે અને તેમના ટેકસ અધિકારીઓ અને તપાસકર્તાઓએ પણ ધ્યાન પૂર્વક સાંભળી હોય. પ્લાસ્ટિકનો વપરાશ સદંતર બંધ કરવા તેને માટે લોક જાગૃતિ કેળવવા માટે અનેક સંસ્થાઓ કામગીરી બજાવવા  ઉત્સુક છે. 

  દેશમાં જનસંખ્યાનો વિસ્ફોટ થઈ રહ્યો છે. આ બાબતે સામાજિક જાગૃતિ લાવવાની જરૂરત છે. આપણા દેશમાં કેટલાક લોકો(દંપતી)  એવા સજાગ પણ છેકે બાળકને આ દુનિયામાં લાવતાં અગાઉ એવિચારે છેકે, શું આ બાળકને જન્મ આપીને આપણે એની સાથે પૂરેપૂરો ન્યાય કરી શકીશું ખરાં? એના વિકાસની તમામ જરૂરતો આપણે એને આપી શકીશું?જો લોકો જાગરુિકતા સાથે વિચાર કરીને પોતાના પિરવાર અંગો આયોજન કરે છે- તે લોકો, જેમનો નાનકડા પરિવાર એ દેશ પ્રત્યોના એમના પ્રેમની , એમના કર્તવ્યની જ અભિવ્યક્તિ છે. 

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ધનનું નિર્માણ કરવું એ પણ રાષ્ટ્રની સેવા કરવા બરાબર છે.તેમણે જણાવ્યું હતું કે, આગામી 2 ઓકટોબર સુધીમાં ભારતમાં પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ થવો જોઈએ.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here