કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને હોસ્પિટલમાં દાખલ કરાયા

 

નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સોનિયા ગાંધીના પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા તેમની સાથે હોસ્પિટલમાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે સોનિયા ગાંધીની તબિયત અસ્વસ્થ હતી. તેમણે રાહુલ અને પ્રિયંકાને આની જાણ કરી હતી, તેથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા ઉત્તર પ્રદેશમાં પ્રવેશેલી ભારત જોડો યાત્રામાં સાત કિલોમીટર ચાલીને દિલ્હી પરત ફર્યા હતા. કોંગ્રેસની ભારત જોડો યાત્રા ઉત્તર પ્રદેશના બાગપતમાં માવિકલાનમાં રાત રોકાયા બાદ સવારે ૬ વાગ્યે ફરી શરૂ થઈ હતી, પણ પ્રિયંકા ગાંધી તેમાં જોડાયા નહોતા. ગંગારામ હોસ્પિટલે સોનિયા ગાંધીની તબિયત વિશે હેલ્થ બુલેટિન જારી કરીને કહ્નાં હતું કે, સોનિયા ગાંધીને વાયરલ શ્વસન ચેપના નિરીક્ષણ અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેઓ નિરીક્ષણ હેઠળ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here