કેલિફોર્નિયાની સ્ટેટ એસેમ્બલીની ચૂંટણીમાં ઝંપલાવતા અંકુર પટેલ

ન્યુ યોર્કઃ કેલિફોર્નિયાની સ્ટેટ એસેમ્બલીની ચૂંટણીમાં અંકુર પટેલે ઝંપલાવ્યું છે. અંકુર પટેલ કેલિફોર્નિયાની 45મી સ્ટેટ એસેમ્બલી માટે ચૂંટણી લડી રહ્યા છે તેમ કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી નોર્થરીજ વેબસાઇટ પર જણાવ્યું હતું.
32 વર્ષની વયના એલએયુએસડી કોમ્યુનિટી કો-ઓર્ડિનેટર અંકુર પટેલ ભારતીય અમેરિકન છે. તેઓ કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી નોર્થરીજમાંથી સન 2014માં માસ્ટર્સ ડિગ્રી સાથે સ્નાતક થયા હતા.

છેલ્લા એક દાયકાથી તેમણે રાજકારણમાં ઝંપલાવ્યું છે. તેમણે લોસ એન્જલસ સિટી કંટ્રોલરની ચૂંટણીમાં 2013માં ઊભા રહ્યા હતા અને ત્યાર પછીના વર્ષે 2014માં એલએયુએસડી બોર્ડના ઉમેદવાર બન્યા હતા.

જોકે તેઓ બન્ને ચૂંટણી હારી ગયા હતા, પરંતુ હવે તેઓ 45મી સ્ટેટ એસેમ્બલીની ચૂંટણીમાં ઊભા રહ્યા છે.
અંકુર પટેલે પોતાની વેબસાઇટ પર જણાવ્યું હતું કે જયારે હું 11 વર્ષનો હતો ત્યારે મારા પિતાજી ચૂંટણી લડ્યા હતા. મારા પિતા કોંગ્રેસની ચૂંટણીમાં ઊભા રહ્યા હતા, પરંતુ જીતી શકયા નહોતા, પરંતુ અનુભવોએ મને ઘણું બધું શીખવાડ્યું હતું. ઉમેદવારે ઓફિસ માટે ચૂંટણી લડવી ન જોઈએ, કારણ કે તેઓ માને છે કે તેમની પાસે કેટલાક સારા વિચારો છે, વધુ ડોલરનું પીઠબળ છે, અને તેને રાજકીય તક તરીકે નિહાળે છે. ઉમેદવારે ઓફિસ માટે ચૂંટણી લડવી જોઈએ કારણ કે તેઓ માને છે કે તેઓ તેઓના સમુદાયના વિઝનનું પ્રતિનિધિત્વ કરી શકશે.

બેલેટોપેડિયાના જણાવ્યા મુજબ, અંકુર પટેલે તેઓની સ્નાતકની પદવી લોસ એન્જલસમાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી ઇકોલોજી બિહેવિયર એન્ડ ઇવોલ્યુટરમાં મેળવી હતી, જ્યારે માસ્ટર્સ ડિગ્રી નોર્થરીજની કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાંથી મેળવી હતી.

સ્નાતક થયા પછી, તેમણે એક વર્ષ સાઉથ કોરિયામાં યુવાનોને અંગ્રેજી શીખવાડ્યું હતું. ત્યાર પછી બીજા છ માસ ચીનમાં વ્યાવસાયિકો અને યુનિવર્સટીના વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવાડ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here