કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને  કહ્યું – સંસદના અધિકાર ક્ષેત્રમાં દખલ  ના કરો .

0
835

ગંભીર અપરાધોના કિસ્સામાં અપરાધી તરીકે સંડોવાયેલી વ્યકિતઓને ચૂંટણીમાં ઉમેદવારી કરતાં રોકવા, તેમની ઉમેદવારી પર પ્રતિબંધ મૂકવા કરાયેલી અરજીઓ પર ઉચ્ચતમ ન્યાયાલયમાં સુનાવણી કરવાનું શરૂ થયું છે. અદાલતે શરૂઆતમાં જ એવી ટિપ્પણી કરી હતી કે, આપણી રાજનીતિ વિષયક વ્યવસ્થામાં અપરાધીકરણનો પ્રવેશ નથવો જોઈએ. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતા ધરાવતી પાંચ સભ્યોની સંવિધાન પીઠે

( કોન્સ્ટીટયુશન બેન્ચ) અધિકારોની વહેંચણીના સિધ્ધાતનું ઉદાહરણ ટાંકીને કહ્યું હતું કે, અદાલતોએ લક્ષ્મણરેખા ના ઓળંગવી જોઈએ. કાયદો ઘડવાના સંસદના અધિકાર ક્ષેત્રમાં ન પ્રવેશવું જોઈએ આપણે કાનૂનની ઘોષણા કરીએ છીએ. કાનૂન વિષે સ્પષ્ટતા કરીએ છીએ, આપણે કાનૂન બનાવતા નથી. કાનૂન બનાવવો , કાયદો ઘડવો એ સંસદના અધિકાર ક્ષેત્રમાં છે.

સંવિધાન પીઠના અન્ય સભ્યોમાં જસ્ટિસ એર એફ નરીમાન, જસ્ટિસ એ એમ ખાનિલકર, જસ્ટિસ ધનંજય વાય ચંદ્રચુડ અને જસ્ટિસ ઈંદુ મલ્હોત્રાનો સમાવેશ થાય છે.

કેન્દ્રસરકાર વતી અેટર્ની જનરલ કે કે વેણુગોપાલે અરજીઓનો વિરોધ કરતાં રજૂઆત કરી હતી કે, આ વિષય સંપૂર્ણપણે સંસદના અધિકારક્ષેત્રનો છે. વળી એક માન્યચા એવી પણ છેકે જયાં સુધી આરોપી વ્યક્તિ અદાલતમાં દોષી પુરવાર ના થાય ત્યાં  સુધી એને નિર્દોષ માનવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here