કેન્દ્રીયપ્રધાન જિતેન્દ્ર સિંહનું નિવેદન આર્ટિકલ 370 રદ કર્યા બાદ અમારો આગામી કાર્યક્રમ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવવાનો છે.

0
825

    

             જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, મોદી સરકારના શાસનકાળના બીજા દૌરમાં સૌથી મોટી ઉપલબ્ધિ જમ્મુ- કાશ્મીરની કલમ 370 રદ કરાઈ તે છે. જમ્મુ- કાશ્મીરને આ કલમ 370 અંતર્ગત, આપવામાં આવેલો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ આચરનારા લોકોને ચેતવણી આપતાં તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારની દેશવિરોધી કામગીરી કરનારા લોકો માનસિક વિકૃતિથી પીડાય છે. તેમની માનસિકતા ગુનાહિત છે. પમ હવે તેઓ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ કરીને બચી નહિ શકે. તેમની સામે કડક હાથ્ કામ લેવામાં આવશે. પોતાની કામગીરીની કિંમત તેમણે ચુકવવી જ પડશે. 

  આર્ટિકલ 370ની જોગવાઈઓનો  ભારતે અંત લાવ્યા બાદ પાકિસ્તાન ધુંધવાઈ રહ્યછે. એ આખી દુનિયામાં ખોટી સાચી વાતો કરીને કાગારોળ મચાવી રહ્યું છે. પરંતુ  યુનો સહિત દુનિયાના કોઈ પણ દેશે પાકિસ્તાનના બનાવટી કકળાટને કશું મહત્વ આપ્યું જ નથી. કાશ્મીરમાં વસનારી સામાન્ય જન- સમાજની વ્યક્તિને તેને મળનારા લાભોની વાત જાણીને ખુશી છે. 

 કેન્દ્રીયપ્રધાન જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, કાશ્મીર બંધ પણ નથી, અને કર્ફયુના ઓછાયા હેઠળ પણ નથી. ત્યાંના લોકોના જીવનની સલામતી માટે તેમજ હિંસા થતી રોકવા માટે કેટલાક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.જમ્મુ- કાશ્મીરમાં શાંતિનો ભંગ કરવા અને ઉશ્કેરણી કરવાના ઈરાદાથી કેટલાક નિવેદનો કરવામાં આવે છે, તે બેબુનિયાદ છે. અમે ઈન્ટરનેટ સેવાને જમ્મુ- કાશ્મીરમાં જલ્દીથી જલ્દી શરૂ કરી દેવા માગીએ છીએ. સોશ્યલ મિડિયા દ્વારા ફેલાવતી અફવાઓની લોકો પર ખોટી અસર પડે છે. આને કારણે સરકારે થોડક આકરા નિર્ણયોને લંબાવવવા પડ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here