કેન્દ્રના  નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ આપ્યા નિર્દેશ – આગામી 25મેથી દેશમાં ડોમેસ્ટિક વિમાન- સેવાઓ શરૂ કરવામાં આવશે..

 

       લોકડાઉનને કારણે દેશમાં છેલ્લા 62 દિવસથી ઘરેલુ વિમાન ઉડ્ડયન- સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. 23 માર્ચથી ઈન્ટરનેશનલ વિમાન- સેવા અને 25 માર્ચથી ડોમેસ્ટિક વિમાન- ઉડ્ડયન સેવાઓ બંધ કરાઈ હતી. અત્યારે માત્ર વંદે ભારત મિશન સંક્રમિત હેઠળ વિદેશોમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવામાટે જ વિમાન- સેવા ચલાવવામાં આવી રહી છે. તાજેતરમાં દેશના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આપેલી માહિતી અનુસાર, આગામી 25 મેથી દેશના મહત્વના શહેરોમાં ઉડ્ડયન- સેવા શરૂ કરવામાં આવી રહી છે. એરલાઈન્સ કંપનીઓને એ અંગે નિર્દેશ જારી કરવામાં આવ્યા છે. દેશમાં આસરે 14 કરોડ પ્રવાસીઓ દર વરસે વિમાની- સેવાનો લાભ લે છે. કોરોનાને અનુલક્ષીને વિમાની પ્રવાસીઓ માટે ગાઈડલાઈન્સ નક્કી કરવામાં આવી છે. સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું, પ્રવાસીએ ગ્લોવ , માસ્ક, પીપીઈ કિટ વગેરે પહેરવું પડશે. યાત્રાના બેકલાક પહેલા વિમાની મથકે પહોંચવું પડશે. યાત્રીનું માત્ર વેબ ચેક-ઈન કરાશે. ખાસ જરૂર જણાશે તો જ બોર્ડિગ પાસ અને ચેક- ઈન બેગેજ ઈસ્યૂ કરાશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here