કાશ્મીરમુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને પડી મોટી લપડાક

નવી દિલ્હીઃ કાશ્મીરમુદ્દા પર ફરી એકવાર પાકિસ્તાનની દુનિયાના ટોચના સ્ટેજ સંયુક્ત રાષ્ટ્ર(શ્ફ્)માં કારમી હાર થઈ છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આ મુદ્દો ઉઠાવવા ચીન તરફથી રાખવામાં આવેલા પ્રસ્તાવને દુનિયાના ૧૦ તાકાતવાર દેશોએ નકારી કાઢ્યો છે. એટલુ જ નહિ, આ દેશોએ સ્પષ્ટ કહી દીધું હતું કે હવે આ મામલાને ઉઠાવવાની કોઈ જરૂર નથી. ચીને યુએનએસીમાં એની અધર બિઝનેસ અંતર્ગત પાકિસ્તાનની અપીલ પર કાશ્મીરમુદ્દા પર ક્લોઝ ડોર મીટિંગનો પ્રસ્તાવ રાખ્યો હતો.
હકીકતમાં આ પ્રસ્તાવ માટે ગત વર્ષે ૨૪ ડિસેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી હતી, પરંતુ કોઈ કારણોસર આ બેઠક થઈ શકી ન હતી. આ પ્રસ્તાવનો યુએનએસીના સ્થાયી સદસ્યો ફ્રાન્સ, અમેરિકા, બ્રિટન અને રશિયા સહિત ૧૦ સદસ્યોએ વિરોધ કર્યો અને સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાનને કહી દીધું કે હવે આ મુદ્દાને ઉઠાવવાની જરૂર નથી. આમ, પાકિસ્તાન તરફથી ચીન દ્વારા આ મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ અસફળ રહ્યો અને એને માત્ર પોતાના પાડોશી મિત્ર ચીનની દોસ્તીનો જ સાથ મળ્યો હતો. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને કહ્યું હતું કે જેની અમને આશા હતી એ આજે થયું છે. યુએનમાં પાકિસ્તાનનાં જુઠ્ઠાણાંના દાવાનો પર્દાફાશ થઈ ગયો છે. અમને ખુશી છે કે અમારા અનેક મિત્રોએ કાશ્મીરમુદ્દે અમારો સાથ આપ્યો છે અને કહ્યું કે આ એક દ્વિપક્ષીય મામલો છે. પોતાની ખામીઓ છુપાવવા માટે પાકિસ્તાનની ખોટી બોલવાની આદતનો આખરે અંત આવ્યો છે. અમને આશા છે કે પાકિસ્તાન આજથી કંઈક શીખશે અને ભારત સાથે સારું વર્તન કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here