કલિંગ ઇનિ્સ્ટટ્યૂટ ઓફ સોશ્યલ સાયન્સીઝ આદિવાસી બાળકોની વહારે

 

કલિંગ ઇનિ્સ્ટટ્યૂટ ઓફ સોશ્યલ સાયન્સીઝ (KISS) એ વિશ્વની આદિવાસી બાળકો માટેની સૌથી મોટી નિવાસી શૈક્ષણિક સંસ્થા છે, જ્યાં કેજીથી લઈને પીજી સુધીનો અભ્યાસ થઈ શકે છે. રહેવા અને જમવાની વ્યવસ્થા છે, આરોગ્યની કાળજી લેવાય છે અને વ્યવસાયી તથા રમતગમતની તાલીમ પણ આપવામાં આવે છે, જેનો લાભ આજ સુધીમાં ૬૨ જુદા જુદા આદિવાસી જાતિના ૭૦,૦૦૦ બાળકોએ લીધો છે. (KISS, ભુવનેશ્વર ખાતે ૩૦,૦૦૦ વિદ્યાર્થીઓ, ૨૦,૦૦૦ આલ્મનાઇ અને જુદા જુદા સેન્ટરોના ૨૦,૦૦૦ વિદ્યાર્થીઓ).

શિક્ષણશાસ્ત્રી અને સામાજિક કાર્યકર પ્રોફેસર અચ્યૂત સામંતે ૧૯૯૨-૯૩માં સ્થાપેલી આ સંસ્થાએ શિક્ષણના માધ્યમથી આદિવાસીઓમાં ગરીબ નાબુદીના ક્રાંતિકારી પગલાં લીધાં છે. ધ્ત્લ્લ્ વિશ્વની પ્રથમ આદિવાસી સમર્પિત ડિમ્ડ યુનિવર્સિટી બની છે, જે દરજ્જો ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલયે આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની વિવિધ સંસ્થાઓના સહયોગથી કામ કરતી સંસ્થાએ ૫૦૦૦ રમતવીરો તૈયાર કર્યા છે, જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ્સ મેળવતા રહ્યા છે.

Enable, Educate and Empower એવા 3E ફોર્મ્યુલાના આધારે સંસ્થા કામ કરે છે અને તેમાં સૌથી વધુ ભાર સંસ્કૃતિ, વારસા અને આદિવાસી પરંપરાનું જતન કરીને શિક્ષણને આત્મસાત કરવાની વાત પર મૂકવામાં આવે છે. Adolescent Reproductive Sexual Health (ARSH) અને Life Skill Education (LSE) જેવા કાર્યક્રમ UNFPA સાથે મળીને; જ્યારે UNDP સાથે મળીને સ્કીલ ડેવલપમેન્ટ; અને સાથે મળીને બાળ શિક્ષણ કેન્દ્રો ચલાવવામાં આવે છે. અમેરિકન એમ્બેસી તરફથી સંસ્થાના ઇંગ્લીશ એક્સેસ માઇક્રો સ્કોલરશીપ પ્રોગ્રામ સ્પોન્સર કરવામાં આવે છે, જ્યારે Bernard Van Leer Foundation માતૃભાષાના કાર્યક્રમને સ્પોન્સર કરે છે.

૨૦૧૮માં KISS સંસ્થાએ ભારતીય બ્રિટિશ કાઉન્સિલ સાથે મળીને કોમનવેલ્થ બીગ લંચનું આયોજન થયું હતું, જેમાં ૩૦,૦૦૦ લોકો જોડાયા હતા. એશિયામાંથી આ કાર્યક્રમ માટે માત્ર KISS સહયોગી તરીકે પસંદ કરવામાં આવી હતી.

નેશનલ જ્યોગ્રાફીએ સંસ્થાની કામગીરી પર ડોક્યુમેન્ટ્રી બનાવી છે, જ્યારે ગિનીેસ બૂકમાં પણ ચાર બાબતો માટે સ્થાન મળ્યું છે, પરંતુ સંસ્થાનું ખરું પ્રદાન વંચિત સમુદાયના બાળકોને ક્ષમતાવાન બનાવી તેમને પરિવર્તનના વાહક બનાવવાનું છે. સંસ્થામાં તૈયાર થયેલા વિદ્યાર્થીઓ આદિવાસી સમુયાદ માટે દાખલારૂપ બન્યા છે. ઓડિશાના ગરીબ પરિવારની સુમિત્રા નાયક ૨૦૦૪માં સંસ્થાની શાળામાં જોડાઈ અને ગર્લ્સ રગ્બી ટીમની કેપ્ટન બની હતી. સુમિત્રા TEDx પૂણેમાં વક્તવ્ય આપનારી પ્રથમ આદિવાસી કન્યા બની હતી અને ૨૦૧૭માં તેને ઇન્ટરનેશનલ ચીલ્ડ્રન્સ પીઝ પ્રાઇજમાં નોમિનેશન મળ્યું હતું. રગ્બી ગેમ્સમાં ૨૦૧૯માં મનીલામાં એશિયા વિમેન્સમાં ભારતને પ્રથમ ઇન્ટરનેશનલ વિજય અપાવવામાં તેનું પ્રદાન હતું. શાંતિ મૂરમૂ પણ યુવા કાર્યક્રમ તરીકે સિદ્ધિઓ મેળવીને બીજા માટે પ્રેરણા બની છે. તીરંદાજીમાં પણ સંસ્થાનો વિદ્યાર્થી રણજિત નેઇલ ઇનામો જીત્યો છે અને મેન્સ રગ્બી ટીમ્સ પણ સારો દેખાવ કરતી રહી છે.

આવી સફળતાઓ સાથે વિશ્વની ૧૮૯ એનજીઓમાં તેને સ્થાન મળ્યું છે અને ભારતની ટોપ ટેન એનજીઓ તરીકે જીનિવાની NGO Advisorનું રેન્કિંગ મળેલું છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ તરફથી પણ તેની પ્રસંશા થતી રહી છે અને Guide Star Champion Level Platinum CErtification પણ મેળવી શકી છે.

શિક્ષણથી ગરીબી નાબુદી માટે સક્રિય KISS મુખ્ય કેમ્પસ ભુવનેશ્વરમાં છે, જેની સાથે સહયોગમાં KITT ડીમ્ડ યુનિવર્સિટી પણ કામ કરે છે, જેની સ્થાપના પણ પ્રોફેસર સામંતે કરી હતી. આગામી દાયકામાં ૨,૦૦,૦૦૦ વંચિત બાળકોને ક્ષમતાવાન બનાવવા લક્ષ્ય સાથે તેઓ હવે ભારતના ૨૦ રાજ્યોમાં સંસ્થાની શાખાઓ ખોલવા માટેના પ્રયત્નમાં લાગેલા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here