કરતારપુર સાહેબ- શીખોના પવિત્ર સ્થાનના દ્વાર ખોલ્યા બાદ પાકિસ્તાનની કૂટનીતિનો નવો દાવઃ સાર્ક શિખર સંમેલનમાં  ઉપસ્થિત રહેવા માટે પાકિસ્તાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપશે…

0
900
Nepalese police stand guard on an overhead bridge as pedestrians walk past outside a venue where India's Prime Minister Narendra Modi is addressing a conference in Kathmandu November 25, 2014. REUTERS/Adnan Abidi
Reuters

પાકિસ્તાનના વિદેશ મંત્ર્યાલય દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ વરસે પાકિસ્તાનમાં યોજાનારા સાર્ક સંમેલનમાં હાજર રહેવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાસ આમંત્રણ આપવામાં આવશે. 2016માં સાર્ક સંમેલનનું આયોજન પાકિસ્તાનમાં કરવામાં આવ્યું હતું, પણ ભારત,બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ભૂતાન વગેરે રાષ્ટ્રોએ સંમેલનમાં હાજર રહેવાની ના પાડી હતી, તેથી સંમેલન યોજી શકાયું નહોતું. હવે પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન થયું છે. ઈમરાન ખાનની સરકાર સત્તા સંભાળી રહી છે. ઈમરાન ખાનના નેતૃત્વવાળી સરકાર સાર્કના તમામ સભ્ય દેશોને સમજાવવાનો પ્રયાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું હતું. જમ્મુ- કાશ્મીરના ઉરી વિસ્તારમાં ભારતીય સેનાના કેમ્પ પર ચાર આતંકવાદીઓએ હુમલો  કર્યો હતો. જેમાં 18 ભારતીય જવાનો શહીદ થયા હતા. આથી પાકિસ્તાનનો અસલી ચહેરો સમગ્ર વિશ્વને બતાવવા માટે અને પાકિસ્તાનને વૈશિ્વક સ્તરે એકલું પાડી દેવાના ઉદે્શથી ભારતે પાકિસ્તાનમાં યોજાી રહેલી ત્તકાલીન સાર્ક પરિષદમાં હાજરી આપવાની ના પાડી દીધી હતી. છેલ્લું સાર્ક સંમેલન 2014માં કાઠમંડુમાં યોજાયું હતું. અાઠ દક્ષિણ એશિયાઈ દેશોના સમૂહ – સાર્ક સંમેલનમાં કુલ 8 દેશો સભ્ય છે. જેમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, અફઘાનિસ્તાન , માલદીવ અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here