ઓક્સફર્ડે ડેવલપ કરેલી વેક્સિનનો મુંબઈ-પૂણેમાં ૫૦૦૦ લોકો પર અખતરો કરાશે

 

મુંબઈઃ કોરોનાને માત આપવા માટેની રસી વિકસાવવા માટે દુનિયાભરની સેંકડો દવા કંપનીઓ અને વૈજ્ઞાનિકો મથામણ કરી રહ્યા છે. કેટલાક દેશો તો રસી ડેવલપ કરવાની નજીક હોવાનું મનાઈ રહ્યું છે.

આ દરમિયાન ભારત માટે રાહતની વાત એ છે કે, ઓક્સફર્ડ યુનિવર્સિટીએ ડેવલપ કરેલી વેક્સીનની ટ્રાયલ ભારતમાં પણ થવાની છે. આ રસી મુંબઈ અને પૂણેમાં પાંચ હજાર લોકોને આપવામાં આવશે.

સીરમ ઇનિ્સ્ટટ્યૂટ ઓફ ઈન્ડિયાના કહેવા પ્રમાણે આગામી બે મહિનામાં ટ્રાયલ લેવાશે. આ માટે દેશમાંથી મુંબઈ અને પૂણેને પસંદ કરવામાં આવ્યા છે. કારણ કે અહીંયા કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. મુંબઈમાં કોરોના કેસની સંખ્યા એક લાખને પાર કરી ચુકી છે. જ્યારે પૂણેમાં તેના ૬૦,૦૦૦ દર્દીઓ છે.

 ઈનિ્સ્ટટ્યૂટ ઓક્સફર્ડ યુનિવર્સિટીની વેક્સિનના એક અબજ ડોઝ બનાવવાની તૈયારી બતાવી છે. એક સમાચાર સંસ્થાના અહેવાલ પ્રામણે ઈનિ્સ્ટટ્યૂટના સીઈઓ અદર પૂનાવાલાનું કહેવુ છે કે, આ વેક્સિન સફળ થઈ તો ભારતમાં ૧૦૦૦ રૂપિયા કરતા ઓછી કિંમતે લોન્ચ કરવામાં આવશે. દરમિયાન ભારતમાં પણ એઇમ્સમાં કોરોનાની અન્ય એક વેક્સિનની ટ્રાયલ થઈ રહી છે. દેશમાં કુલ ૧૨ જગ્યાએ તેની ટ્રાયલ લેવાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here