એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને હરાવી શ્રીલંકા એશિયા કિંગ બન્યું

 

દુબઈ: ભાનુકા રાજપક્ષે (૭૧ રન અણનમ)ની દમદાર બેટિંગ અને પ્રમોદ મધુશન (૪ વિકેટ)ના શાનદાર પ્રદર્શનની મદદથી શ્રીલંકાએ અહીં રમાયેલી એશિયા કપ ૨૦૨૨ની ફાઇનલમાં પાકિસ્તાનને ૨૩ રને પરાજય આપી ટ્રોફી કબજે કરી છે. ટૂર્નામેન્ટમાં અફઘાનિસ્તાન સામે પ્રથમ મેચમાં હાર બાદ શ્રીલંકાએ દમદાર વાપસી કરતા છઠ્ઠી વખત એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૭૦ રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ ૧૪૭ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

છેલ્લાં ઘણા સમયથી શ્રીલંકાની ક્રિકેટ ટીમ સંકટમાં જોવા મળી રહી છે. શ્રીલંકા દેશમાં પણ સ્થિતિ ખરાબ છે. પરંતુ દસુન શનાકાની ટીમે દમદાર પ્રદર્શન કરી તેના દેશવાસીઓને એક ખુશીની તક આપી છે. શ્રીલંકાએ છઠ્ઠીવાર એશિયા કપ કબજે કર્યો છે. શ્રીલંકા ૧૯૮૬, ૧૯૯૭, ૨૦૦૪, ૨૦૦૮, ૨૦૧૪માં અને હવે ૨૦૨૨માં ચેમ્પિયન બન્યું છે. ભારતે સૌથી વધુ ૭ વખત એશિયા કપ જીત્યો છે. પાકિસ્તાનના કેપ્ટન અને સ્ટાર બેટર બાબર આઝમ માટે એશિયા કપ ૨૦૨૨ ખરાબ રહ્યો છે. બાબર સતત છ ઈનિંગમાં લોપ રહ્યો છે. શ્રીલંકા સામે મહત્વની ફાઇનલ મેચમાં પણ બાબર માત્ર ૫ રન બનાવી આઉટ થયો હતો. તેને પ્રમોદ મધુશને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. તો ફખર ઝમાન પ્રથમ બોલ પર બોલ્ડ થયો હતો. આ બંને બેટરોનું ફોર્મ એશિયા કપમાં ખરાબ રહ્યું છે. 

૨૨ રનમાં બે વિકેટ ગુમાવ્યા બાદ મોહમ્મદ રિઝવાન અને ઇતિખાર અહમદે ત્રીજી વિકેટ માટે ૬૯ રનની ભાગીદારી કરી હતી. પાકિસ્તાનને ત્રીજો ઝટકો ૯૩ રનના સ્કોર પર લાગ્યો હતો. અતિખાર ૩૧ બોલમાં બે ફોર અને એક સિક્સ સાથે ૩૨ રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ મોહમ્મદ નવાઝ ૯ બોલમાં ૬ રન બનાવી ક‚ણારત્નેનો શિકાર બન્યો હતો. 

પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાને ૪૭ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. રિઝવાન ૪૯ બોલમાં ૫૫ રન બનાવી આઉટ થયો હતો. રિઝવાને પોતાની ઈનિંગમાં ચાર ફોર અને એક સિક્સ ફટકારી હતી. હસરંગાએ રિઝવાનને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ત્યારબાદ મોહમ્મદ આસિફને શૂન્ય રન પર બોલ્ડ કરી હસરંગાએ પાકની જીતની આશા પર પાણી ફેરવી દીધું હતું. હસરંગાએ ૧૭મી ઓવરમાં જ પોતાની ત્રીજી સફળતાના ‚પમાં ખુશદિલ શાહને આઉટ કર્યો હતો. શાદાબ ખાન ૮ રન બનાવી મહેશ તીક્ષણાની ઓવરમાં કેચઆઉટ થયો હતો. નસીમ શાહ ૪ રન બનાવી પ્રમોદ મધુશનનો શિકાર બન્યો હતો. 

શ્રીલંકા તરફથી પ્રમોદ મધુશન સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે ૪ ઓવરમાં ૩૪ રન આપી ચાર વિકેટ ઝડપી હતી. હસરંગાએ ૪ ઓવરમાં ૨૭ રન આપી ત્રણ સફળતા મેળવી હતી. તીક્ષણાએ પણ ૪ ઓવરમાં ૨૫ રન આપી એક બેટરને આઉટ કર્યો હતો. ચમિકા ક‚ણારત્નેએ ૩૩ રન આપી બે વિકેટ ઝડપી હતી. 

મીડલ ઓર્ડર બેટર ભાનુકા રાજપક્ષેએ શ્રીલંકાની ઈનિંગને સંભાળી હતી. ભાનુકા રાજપક્ષેએ ૪૫ બોલમાં અણનમ ૭૧ રન ફટકાર્યા હતા. રાજપક્ષેએ પોતાની ઈનિંગમાં ૬ ચોગ્ગા અને ૩ છગ્ગા ફટકાર્યા હતા. તેણે પહેલા હસરંગા અને ત્યારબાદ ક‚ણારત્ને સાથે મહત્વની ભાગીદારી કરી હતી. રાજપક્ષેની આક્રમક બેટિંગની મદદથી શ્રીલંકાએ અંતિમ ૫ ઓવરમાં ૫૦થી વધુ રન બનાવ્યા હતા. 

શ્રીલંકાની ટીમ એક સમયે સંકટમાં હતી. ટીમે માત્ર ૫૮ રનમાં પોતાની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ, ત્યારબાદ ભાનુકા રાજપક્ષે અને વનિંદુ હસરંગાએ ઈનિંગ સંભાળી હતી. બંનેએ છઠ્ઠી વિકેટ માટે ૫૮ રનની ભાગીદારી કરી હતી. હસરંગાએ ૨૧ બોલમાં ૫ ચોગ્ગા અને એક છગ્ગા સાથે મહત્વપૂર્ણ ૩૬ રનની ઈનિંગ રમી હતી. ત્યારબાદ રાજપક્ષે અને ક‚ણારત્નેએ સાતમી વિકેટ માટે ૫૪ રનની ભાગીદારી કરી હતી. ક‚ણારત્ને ૧૪ બોલમાં ૧૪ રન બનાવી અણનમ રહ્યો હતો. 

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની શ‚આત ખરાબ રહી હતી. પ્રથમ ઓવરમાં નસીમ શાહે કુસલ મેન્ડિસ (૦) ને બોલ્ડ કરી પાકિસ્તાનને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ પ્રમુથ નિસંકા (૮) હારિસ રઉફનો શિકાર બન્યો હતો. પાકિસ્તાને શ્રીલંકાને ૩૬ રન પર ત્રીજો ઝટકો આપ્યો હતો. ગુણાથિલકા માત્ર ૧ રન બનાવી રઉફની ઓવરમાં બોલ્ડ થયો હતો. શ્રીલંકાએ પાવરપ્લેમાં ૩ વિકેટે ૪૨ રન બનાવ્યા હતા. શ્રીલંકાનો સ્કોર માંડ ૫૩ રન હતો ત્યારે ધનંજય ડિ સિલ્વા માત્ર ૨૮ રન બનાવી ઇતિખાર અહમદનો શિકાર બન્યો હતો. તો કેપ્ટન દસુન શનાકાને ૨ રન પર બોલ્ડ કરી શાદાબ ખાને શ્રીલંકાને પાંચમો ઝટકો આપ્યો હતો. શ્રીલંકાએ ૯મી ઓવરમાં ૫૮ રનના સ્કોર પર ૫ વિકેટ ગુમાવી દીધી હતી. શ્રીલંકાએ એશિયા કપ ૨૦૨૨ની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ટાઇટલ જીતી લીધું હતું. આ જીત બદલ શ્રીલંકાને મોટી ઈનામી રકમ મળી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here