એમેઝોનના શેર ૪.૭ ટકા વધતાં બેઝોસની સંપત્તિ ૨૧૧ અબજ

 

દુનિયાની સૌથી વધુ સંપત્તિ ધરાવનાર જેફ બેઝોસે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. તેની પાસે હાલમાં કુલ સંપત્તિ ૨૧૧ અબજ ડોલર (૧૫.૭૪ લાખ કરોડ રૂપિયા) છે. આ આંકડો બ્લૂમબર્ગ અબજોપતિ સૂચકાંક અનુસાર છે. એમેઝોન.કોમ ઇન્ક.ના શેરમાં ૪.૭ ટકાનો વધારો થયા પછી બેઝોસ જેફની સંપત્તિમાં પણ વધારો થયો હતો. કારણ કે, પેન્ટાગોને જાહેરાત કરી છે કે, તે માઇક્રોસોફ્ટ કોર્પ સાથે તેના ક્લાઉડ-કમ્પ્યુટિંગ કરારને રદ કરી રહ્યા છે.

પેન્ટાગોનનું કહેવું છે કે, આ સોદાને લઈને સરકાર અને યુએસની કેટલીક મોટી ટેક કંપનીઓ વચ્ચે ઘણા વર્ષોના ઝઘડા પછી ૨૦૧૯માં માઇક્રોસોફ્ટ કોર્પને આપવામાં આવેલ ૧૦ અબજ ડોલરના ક્લાઉડ-કમ્પ્યુટિંગ કરારને સમાપ્ત કરી રહ્યા છે. તેમણે માઇક્રોસોફ્ટ અને હરીફ એમેઝોન વચ્ચેના કામને વિભાજીત કરવાની યોજના બનાવી છે.

બ્લૂમબર્ગ રેન્કિંગમાં પાછલી વખતે જાન્યુઆરીમાં ટેસ્લા ઇન્કના એલન મસ્કે ૨૧૦ અબજ ડોલરના આંકને સ્પર્શ્યો હતો. જો કે, બેઝોસે માર્ચના મધ્યમાં નંબર ૧ની પોઝિશન પર પોતાની પકડ બનાવી લીધી હતી. કારણ કે, એમેઝોનના સ્ટોક તે સમયે લગભગ ૨૦ ટકા વધી ગયા હતો. મસ્ક સહિતના ટેક ટાઇટન્સના જૂથને તાજેતરના મહિનાઓમાં સ્ટોકના વધતા ભાવથી પ્રોત્સાહન મળ્યું હતું.

ટેસ્લાના શેરમાં ઘટાડો થયા બાદ તે ૧૮૦.૮ અબજ ડોલરની સંપત્તિ સાથે બેઝોસ પછી બીજા સ્થાને છે. જ્યારે, ફ્રેન્ચ લક્ઝરી ગુડ્ઝ મેગ્નેટ બર્નાર્ડ આર્નાલ્ટ ૧૬૮.૫ અબજ ડોલર સાથે ત્રીજા નંબરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here