એપ્રિલ-મે માં દેશમાં હાહાકાર મચાવશે કોરોના, આવશે બીજી લહેરઃ રિપોર્ટ

 

નવી દિલ્હીઃ ભારતમાં ફેબ્રુઆરી મહિનાથી સતત કોરોના વાયરસ (ઘ્ંર્શ્વંીઁ સ્જ્ઞ્શ્વ્યસ્ર્) ના કેસ વધી રહ્યાં છે. જેનાથી તે સ્પષ્ટ સંકેત મળી રહ્યાં છે કે હવે કોરોનાની બીજી લહેર દેશમાં પહોંચી ગઈ છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની રિસર્ચ ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. કોરોનાની બીજી લહેર લગભગ ૧૦૦ દિવસ સુધી રહેશે. જો ૧૫ ફેબ્રુઆરીથી ગણતરી કરવામાં આવે તો મે સુધી તેની અસર રહેશે. 

૨૩ માર્ચના ટ્રેન્ડને આધાર માની વાત કરવામાં આવે તો બીજી લહેરમાં આશરે ૨૫ લાખથી વધુ લોકો કોરોનાથી પીડિત થઈ શકે છે. 

એસબીઆર દ્વારા જાહેર કરવામાં આવેલા ૨૮ પેજના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, લોકલ સ્તર પર લોકડાઉનના પ્રતિબંધોની કોઈ અસર થતી નથી. તે માટે માસ લેવલ પર રસીકરણ એકમાત્ર ઉપાય છે. જો અત્યારથી તેની ગણતરી કરીએ તો એપ્રિલના બીજા સપ્તાહથી લઈને મેના મધ્ય સુધી તેની પીક હોઈ શકે છે. 

આર્થિક સંકેતો પર ફોકસ કરતા પાછલા સપ્તાહથી સૂકકઆંકોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આંશિક રીતે કે સંપૂર્ણ રીતે કેટલાક રાજ્યોએ સાવચેતી માટે લોકડાઉન જેવા પગલા ભરવાની અસર આગામી મહિનાથી જોવા મળશે. 

રિપોર્ટમાં તે વાત પર ભાર આપવામાં આવ્યો છે કે રાજ્યોમાં રસીકરણમાં તેજી લાવવાની જરૂર છે. જો વર્તમાન સમયની દરરોજની રસીકરણની ગતિને ૩૪ લાખથી વધારી ૪૦-૪૫ લાખ દરરોજ કરવામાં આવે તો ત્રણથી ચાર મહિનામાં ૪૫ લાખથી ઉપરના લોકોને સંપૂર્ણ રીતે વેક્સીનેટ કરી શકાય છે. 

દેશમાં આજે એક દિવસમાં બીજી લહેર દરમિયાન સૌથી વધુ ૫૩૪૭૬ કેસ આવ્યા છે, જે પાંચ મહિનામાં સૌથી મોટો આંકડો છે. આ આંકડા સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું કે, દેશના ૧૯ રાજ્યોમાં ડબલ મ્યૂટેન્ટ વેરિએન્ટ મળ્યો છે. 

આઈસીએમઆરના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે કહ્યુ કે, કોરોનાની બીજી લહેર સમયથી પહેલા આવી ગઈ છે. તેથી આપણે બધાએ સાવચેત રહેવાની જરૂર છે. વધુમાં વધુ ટેસ્ટ કરાવો, માસ્ક પહેરો અને રસીકરણ કરાવો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પંજાબ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને બંશ્ચિમ બંગાળ સહિત વૃદ્ધ લોકોની વસ્તી (૬૦ વર્ષથી વધુ) વાળા ઘણઆ રાજ્યોએ પોતાની વસ્તીથી ઓછું રસીકરણ કર્યું છે અને પોતાની ગતિમાં વૃદ્ધિ કરવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here