એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ- ઈડી એ સપ્તાહમાં બીજીવાર ફારુક અબદુલ્લાની પૂછપરછ કરી ..  

     નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબદુલ્લા 21મી ઓકટોબર, બુધવારે ફરીથી ઈડી સમક્ષ પૂછપરછ માટે હાજર રહ્યા હતા. જમ્મુ- કાશ્મીર ક્રિકેટ એસો.ના કરોડો રૂપિયા અંગે કરવામાં આવેલ કૌભાંડમાં કથિત સંડોવણી – મની લોન્ડરિંગના મામલે તેમની સઘન તપાસ કરવામાં આવી રહી છે. 82 વર્ષીય અબદુલ્લા જમ્મુ- કાશમીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન હતા. તેમના શાસનકાળ દરમિયાન જમ્મુ- કાશમીરના ક્રિકેટ એસોસિયેશનને ફાળવવામાં આવેલા નાણાં બાબત ગોલમાલ કરવામાં આવી હોવાનું માલૂમ પડતાં ઈડીએ તપાસના સૂત્રો ગતિમાન કર્યા હતા. 19 ઓકટોબરના પણ અબદુલ્લાની 6 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ફારુક અબદુલ્લાએ જણાવ્યું હતું કે, તેઓ તપાસથી સ્હેજ પણ ગભરાતા નથી અને તપાસમાં પૂરો સહકાર આપશે. 

       તાજેતરમાં જ જમ્મુ- કાશ્મીરના જૂના રાજકીય પક્ષો નેશનલ કોન્ફરન્સ તેમજ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ અબદુલ્લાના નિવાસસ્થાને બેઠક યોજીને ક્ષેત્રમાં ગઠબંધન માટે ચર્ચા- વિચારણા કરી હતી.

      જમ્મુ- કાશ્મીર ક્રિકેટ એસો.માં નાણાં અંગે જે ગોલમાલ કરવામાં આવી જેમાં અબદુલ્લાની ભૂમિકા અને તેમણે લીધેલા નિર્ણયો અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. જમ્મુ- કાશ્મીર ક્રિકેટ એસોસિયેશને બીસીસીઆઈની ગ્રાન્ટમાંથી મળેલા નાણાના હિસાબમાં રૂપિયા 43 કરોડ, 69 લાખનો ગોટાળો કર્યો હતો. સીબીઆઈએ ફાઈલ કરેલી એફઆઈઆરના આધારે ઈડી તપાસ કરી રહ્યું છે. સીબીઆઈએ એસો.ના જનરલ સેક્રેટરી મોહમ્મદ સલીમ ખાન તેમજ એસો.ના ભૂતપૂર્વ ખજાનચી અને હિસાબનીશ સામે ચાર્જશીટ દાખલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here