એચ-1બી ફોરેન ટેક વર્કર વિઝા પ્રોગ્રામનો શું દરજ્જો છે?

0
1271

છેલ્લાં કેટલાંક વર્ષોથી, યુનાઇટેડ સ્ટે્ટસ એચ-1બી ફોરેન વર્કર વિઝા પ્રોગ્રામ અંતર્ગત અચોક્કસતા પ્રવર્તી રહી છે. એચ-1બી વિઝા પ્રોગ્રામ અમેરિકામાં સૌથી વિશાળ ગેસ્ટ વર્કર પ્રોગ્રામ છે. તે દેશમાં મોટા ભાગના હાઇલી સ્કિલ્ડ ટેક્નિકલ કામદારો પૂરા પાડે છે. જાન્યુઆરી, 2018માં, ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એચ-1બી એક્સટેન્શનના રક્ષણનું ધ્યાન રાખે છે. આ પગલાંના કારણે અમેરિકામાં એચ-1બી વિઝા પર કામ કરતા હજારો નાગરિકોને જોખમ થઈ શકે છે, એટલું જ નહિ, અમેરિકી કંપનીઓનું ભાવિ પણ જોખમમાં મુકાઈ શકે છે. એચ-1બી પ્રોગ્રામ અંતર્ગત કામ કરતા લોકોમાં અડધોઅડધ ભારતીય નાગરિકો છે. ભાવિ બદલાવોની મોટી અસર પડી શકે છે.
ભાવિ પરિવર્તન શું છે?
એચ-1બી વિઝા મેળવનારાઓ અમેરિકામાં ત્રણથી છ વર્ષના વિઝા પર નોકરી કરવા આવતા હોય છે. એક વાર તેઓ અમેરિકામાં આવે, પછી તેઓ પોતાના ગ્રીનકાર્ડ માટે અરજી કરી શકે છે. કાયદાના વર્તમાન અર્થઘટન અંતર્ગત, યુનાઇટેડ સ્ટેટ્સ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઇએસ) કામદારોને (એક વાર તેઓની ગ્રીન કાર્ડ અરજી પ્રક્રિયા શરૂ થયા પછી) એચ-1બી એક્સટેન્શન ઇશ્યુ કરી શકે છે. આનું કારણ એ છે કે ગ્રીન કાર્ડ માટેની અરજી પ્રક્રિયાને પૂરી થતા દાયકાઓ થઈ શકે છે. ભાવિ બદલાવ એ છે કે એચ-1બી એક્સટેન્શનને વધુ સમય માટે મંજૂરી મળતી નથી.
આના કારણે જીવનસાથી અને પરિવારો માટે પણ વિવાદાસ્પદ મુદ્દાઓ ઊભા થાય છે. હાલમાં, જીવનસાથી અમેરિકામાં રહી શકે છે. જો એચ-1બી કામદાર લાભ મેળવતો હોય. ભાવિ બદલાવોના કારણે જીવનસાથીને અમેરિકા છોડવાનો વારો આવશે, તો તેઓની પાસે સફળ રોજગારી નહિ હોય.
આ ભાવિ બદલાવની અસરો શું છે?
જો આ બદલાવો આવશે, તો એક મિલિયન એચ-1બી કામદારોને અમેરિકા છોડવાનો વાર આવશે, જ્યારે તેઓની ગ્રીન કાર્ડ અરજીઓ હજી પણ પેન્ડિંગ છે. આમાંના મોટા ભાગના ગેસ્ટ વર્કર્સ દાયકાથી તેમના ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે. આમાંના મોટા ભાગના કામદારોએ પોતાનાં ઘર ખરીદી લીધાં છે અને તેમનાં સંતાનો યુએસ સિટિઝન થયેલાં છે. આ બદલાવના કારણે સંપૂર્ણ અંધાધૂંધી પરિણમશે તેમ લાગે છે.
હાલનું વહીવટી તંત્ર ઇમિગ્રેશન વિશે અમેરિકામાં વસતા કાયદેસર વસાહતીઓ ઉપર પણ ખૂબ કડક વલણ અપનાવે છે. એચ-1બી કામદાર તરીકે તમારા દરજ્જા વિશે તમારે ચિંતા કરવાની જરૂર નથી. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ ભાવિ બદલાવોને અમલીકરણ કરતાં સમય લાગશે.
આજે કાયદેસર મદદ મેળવો
જો તમે એચ-1બી વિઝા ગેસ્ટ વર્કર પ્રોગ્રામ અંતર્ગત અમેરિકામાં રોજગારી મેળવતા હો તો, તમારે તમારા કાયદેસરના હકો જાણવાની જરૂર છે. તમારે અનુભવી અને કુશળ યુએસ ઇમિગ્રેશન એટર્નીની સેવા લેવાની જરૂરિયાત છે. આ અચોક્કસ દરમિયાન તમારી બાજુ કાયદાના નિષ્ણાતોની યોગ્ય ટીમ હોવી જોઈએ.
એનપીઝેડ લો ગ્રુપમાં ઇમિગ્રેશન એટર્ની સાથે ચર્ચા કરવા તમે આજે અમારી ઓફિસનો સંપર્ક કરી શકો છો. અમે તમને અને તમારા પરિવારને તમારા હકો જાણવાની અને તેનાથી રક્ષણ મેળવવા મદદ કરીશું.
યુએસ ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી લો કઈ રીતે તમને, તમારા પરિવારને, તમારા મિત્રોને અસર કરી શકે છે તે વિશે વધુ માહિતી માટે તમે અમારા ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી લોયર્સ અથવા એટર્નીઝ સાથે વાત કરી શકો છો, નાચમન ફુલવાની ઝિમોવેક (એનપીઝેડ) લો ગ્રુપ, પી. સી.નો સંપર્ક  201-670-0006 (107) પર ફોન કરી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here