એચ વન-બી વિઝા મુદ્દે બાયડેન વહીવટી તંત્ર હજી પણ નિર્ણય લઈ શક્યું નથી

 

વોશિંગ્ટનઃ જો બાયડેન વહીવટીતંત્રએ નિર્દેશ આપ્યો છે કે તેણે હજી નવા એચ-વનબી વિઝા જારી કરવા માટે ટ્રમ્પના સમયમાં લાદવાનો આવેલો પ્રતિબંધ દૂર કરવા અંગે નિર્ણય લીધો નથી. હોમલેન્ડ સિક્યોરિટી સેક્રેટરી એલેજાન્ડ્રો મેયરકેસ ભારપૂર્વક કહી રહ્યા છે કે અમેરિકન સરકારની ટોચની અગ્રતા પજવણીના લીધે આવનારાઓની જરૂરિયાતોને અગ્રતા આપવાની છે.

એચ-વનબી વિઝાની મુખ્યત્વે ભારતીય આઇટી પ્રોફેશનલ્સમાં ભારે માંગ છે. આ નોન-ઇમિગ્રન્ટ વિઝા દ્વારા અમેરિકન કંપનીઓ ખાસ પ્રકારના કૌશલ્યવાળા કે ટેકનિકલ નિપુણતા ધરાવતા વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખી શકે છે. ટેકનોલોજી કંપનીઓ દર વર્ષે ભારત અને ચીનમાંથી હજારો લોકોની ભરતી કરે છે. 

ટ્રમ્પ વહીવટીતંત્રના ડઝનથી વધારે આદેશોને નવા રાષ્ટ્રપતિ જો બાયડેને ઉલટાવ્યા છે. તેમાં મુસ્લિમ વિઝા પર પ્રતિબંધનો સમાવેશ થાય છે અથવા તો ગ્રીન કાર્ડ પરના પ્રતિબંધનો થાય છે. પણ બાયડેન વહીવટીતંત્રએ H-1B વિઝા પરનો પ્રતિબંધ હજી સુધી ઉઠાવ્યો નથી. જો બિડેન વહીવટીતંત્ર કોઈ નવો આદેશ જારી ન કરે તો આ પ્રતિબંધ ૩૧ માર્ચના અંતે આપમેળે ખતમ થઈ જશે, વ્હાઇટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં મેયરકેસે ઉપરોક્ત વાત જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ અંગે હું ચોક્કસ નથી. અમારે અમેરિકાની સ્થિતિ પૂર્વવત બનાવવાની દિશામાં ઘણું કામ કરવાનું છે. અમે ફક્ત હેરાનગતિનો ભોગ બનીને આવનારાઓને માનવતાના ધોરણે વિઝા આપવાની બાબતને પ્રાથમિકતા આપીશું. આ જ સમયે યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસે પહેલી ઓક્ટોબર ૨૦૨૧ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે H-1B વિઝાની અરજીની ફાળવણીની પ્રક્રિયાઓમાં આગળ ધપશે. 

ગયા મહિને તેમણે જાહેરાત કરી હતી કે તેને ૬૫,૦૦૦  H-1B વિઝાની ફાળવણી માટે પૂરતા પ્રમાણમાં અરજીઓ મળી હતી અને તે અમેરિકાની યુનિવર્સિટીઓમાં ઊંચું શિક્ષણ મેળવનારાઓને બીજા ૨૦,૦૦૦ H-1B વિઝા આપશે. બાયડેને ગયા વર્ષે કોવિડ-૧૯ રોગચાળાના કારણે અમેરિકામાં પ્રવેશવા માટે ગ્રીન કાર્ડની અરજીની પ્રક્રિયા અટકાવી દીધી હતી તે બાયડેને ફરીથી શરૂ કરી છે અને તેનાથી H-1B વિઝા પર કામ કરતા કેટલાય ભારતીયોને ફાયદો થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here