ઉન્નાવ અને કઠુઆ જેવા સામૂહિક બળાત્કારના મામલે નરેન્દ્ર મોદી મૌન કેમ છે? ન્યુ યોર્ક ટાઈમ્સનો  સવાલ

0
814

 

અમેરિકાના પ્રસિધ્ધ અખબાર ન્યુ યોર્ક ટાઈમ્સે ઉત્તર પ્રદેશના ઉન્નાવ અને જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં બનેલી સામૂહિક દુષ્કર્મની ધટનાઓ અંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મૌન અંગે સવાલ પૂછ્યો છે. ન્યુ યોર્ક ટાઈમ્સના તંત્રીલેખમાં લખવામાં આવ્યું છેકે, નરેન્દ્ર મોદી મોટેભાગે ટવીટ કરીને પોતાનો પ્રતિભાવ આપતાં રહે છે, પરંત મહિલાઓ અને લઘુમતી સમુદાયો માટે જોખમ ઊભું  થાય, તેમનું જીવન ભયમાં મૂકાય એવી ઘટનાઓ બને ત્યારે તેમનો અવાજ ગુમ થઈ જાય છે! ઉન્નાવ અને કઠુઆ જેવી સામૂહિક દુષ્કર્મની નિંદનીય ઘટનાઓ પરત્વે મોદીએ સેવેલા મૌનની વિદેશના મીડિયામાં પણ આલોચના થઈ રહી છે. ન્યુયોર્ક ટાઈમ્સે તો એ અંગે ખૂબજ આકરી ટીકા કરીછે. અખબારમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતના વડાપ્રધાન અવારનવાર ટવીટ કરતા રહે છે. તે પોતાને એક પ્રતિભાશાળી વક્તા માને છે.જયારે મહિલાઓ અને લધુમતી કોમોનું જીવન ભયમાં મૂકાય એવી ભયજનક ઘટનાઓ બને ત્યારે મોદી પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતા નથી. આવી નિંદનીય ઘટનાઓ રાષ્ટ્રવાદી અને સાંપ્રદાયિક તત્વો દ્વારા સર્જાતી હોય છે, જે તત્વો તેમની રાજકીય પાર્ટી ભાજપનો હિસ્સો છે. જાન્યુઆરી મહિનામાં જમ્મુ- કાશ્મીરના કઠુઆમાં એક આઠ વર્ષની બાળકી પર થયેલા સામૂહિક બળાત્કાર અને હત્યાની ઘટના પ્રત્યે સરકારની સંવેદનહીન પ્રતિક્રિયા બાબત લોકોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ મામલાઓમાં ભાજપના સમજ્ઞથકો સંડોવાયેલા છે. કઠુઆની ઘટનાના આરોપીઓના સમર્થનમાં નીકળેલી રેલીમાં ભાજપના વિધાનસભ્યોએ ભાગ લીધો હતો એ અંગે પણ ઉપરોક્ત અખબારે પ્રશ્નો ઊબા કર્યા છે. ન્યુયોર્ક ટાઈમ્સે ઉન્નાવનાી બળાત્કારની ઘટના પરત્વે પણ ટિપ્પણી કરી છે. અખબારે લખ્યું છેો કે, વડાપ્રદાન નરેન્દ્ર મોદી ભાજપના વિધાનસભ્ય પર લગાવવામાં આવેલા બળાત્કારના આરોપ અંગે પણ કશું નિવેદન કર્યું નથી. ભારતના સૌથી વધુ જનસંખ્યા ધરાવતા રાજ્ય ઉત્તરપ્રદેશમાં ભારતીય જનતા પક્ષની સરકાર કારભાર સંભાળે છે એક યુવતીએ એવો આક્ષેપ કર્યો હતો કે, ભાજપના વિધાનસભ્યે ગત વરસે એના પર બળાત્કાર કર્યો હતો. આમ છતાં પોલીસતંત્ર દ્વારા હાલ સુધી કશી કાર્યવાહી કરવામાં આવી નહોતી. આરોપી વિધાનસભ્ય અને તેના ભાઈ પર બળાત્કાર- પીડિતાના પિતાની હત્યાનું કાવતરું ઘડવાનો પણ આરોપ મૂકવામાં આવ્યા હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here