ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી: પાંચ રાજ્યોમાં રેડ એલર્ટ

 

ઉત્તર પ્રદેશ: ઠંડી અને ધુમ્મસની સૌથી વધુ અસર ઉત્તર ભારતમાં રેલ ટ્રાફિક પર જોવા મળી રહી છે. ધુમ્મસને કારણે સુપરફાસ્ટ ટ્રેનોની ગતિને પણ બ્રેક લાગી છે. લાંબા અંતરની ઘણી ટ્રેનો નિર્ધારિત સમય કરતાં પાંચથી છ કલાકમોડી ચાલી રહી છે. ધુમ્મસના કારણે લગભગ ૩૩૫ ટ્રેનોની અવરજવર પ્રભાવિત થઇ છે. ૮૮ ટ્રેનો રદ કરવામાં આવી છે. ૩૧ ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે અને ૩૩ ટ્રેનોને ટૂંકાવી દેવામાં આવી છે. કડકડતી ઠંડી સાથે ગાઢ ધુમ્મસના કારણે રેલવે મુસાફરોની મુશ્કેલીમાં વધારો થયો છે. છેલ્લા ૧૫ દિવસથી રેલ્વેનું ટાઇમ ટેબલ બગડી ગયું છે. આ દિવસોમાં ટ્રેનોની ગતિ બળદ ગાડા જેવી રહે છે. તેમના સતત મોડા દોડવાના કારણે મુસાફરોની મુશ્કેલી વધી છે. માત્ર મુસાફરી દરમિયાન જ નહીં પરતું પ્લેટફોર્મ પર પણ ટ્રેનની રાહ જોતી વખતે તેમને મુશ્કેલીઓ વેઠવી પડે છે.

આગાહી મુજબ પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર રાજસ્થાન, બિહાર, પશ્ર્ચિમ બંગાળ, સિક્કમ, આસામ, ત્રિપુરા, મધ્યપ્રદેશમાં પણ આગામી બે-ત્રણ દિવસ ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે. આ સંભાવનાઓને ધ્યાને લઇ હવામાન વિભાગે ઘણા રાજયોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કરી દીધું છે. દિલ્હી સહિત ઉત્તર ભારતમાં શીતલહેરના કારણે કડકડતી ઠંડી પડી રહી છે. પહાડી રાજયોમાં શીત લહેરના કારણે મેદાન વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન એકદમ ઓછું થઇ ગયું છે. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ૧.૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. સવારના સમયે દિલ્હી, યુપી અને બિહાર સહિત ઉત્તર ભારતના મોટાભાગના રાજયોમાં ધુમ્મસનું વાતાવરણ રહ્યું. હવામાન વિભાગે બે દિવસો બાદ ઉત્તર પશ્ર્ચિમ ભારતના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો સંભાવના જણાવી છે, પરંતુ તે પહેલા બે દિવસો માટે ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગે દિલ્હી સહિત કેટલાક રાજયોમાં રેડ એલર્ટ જારી કર્યુ છે.

હવામાન શાસ્ત્રીએ ડો. આર. કે. જેનમણીએ કહ્યું અમે પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશમાં રેડ એલર્ટ જયારે રાજસ્થાન, બિહારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવાયું છે. આ રાજયોમાં ખૂબ જ ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં લઘુત્તમ તાપમાન સતત ચોથા દિવસે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સૌથી ઓછું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here