ઉત્તર પ્રદેશમાં નવા મદરેસાઓને યોગી સરકાર તરફથી ગ્રાન્ટ નહિ મળે

 

લખનઉઃ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આગેવાનીમાં મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ઉત્તર પ્રદેશમાં હવેથી કોઇ નવા મદરેસાને યોગી સરકાર તરફથી ગ્રાન્ટ આપવામાં નહિ આવે. રાજ્યના લઘુમતી બાબતોના મંત્રી દાનિશ આઝાદ અંસારીએ જણાવ્યું હતું. જોકે જુના મદરેસા છે તેમને સરકાર ગ્રાન્ટ આપતી રહેશે. અંસારીએ વધુમાં જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં હવેથી કોઇ નવા મદરેસાને મંજૂરી નહિ આપવામાં આવે. જ્યારે હાલ જે પણ મદરેસા રાજ્યમાં સક્રિય છે અને તેમને સરકાર તરફથી જે પણ ગ્રાંટ આપવામાં આવી રહી છે તેને અટકાવવામાં નહિ આવે. જોકે કોઇ જ નવા મદરેસાને હવેથી સરકાર તરફથી ગ્રાન્ટ આપવામાં નહિ આવે અને તેમનો સમાવેશ યાદીમાં નહિ કરવામાં આવે. ભાજપ શાસિત રાજ્યોના મદરેસામાં વંદેમાતરમ્ ફરજિયાત કરાયાના બીજા જ દિવસે યોગી આદિત્યનાથની સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મંત્રી અંસારીએ કહ્યુંહ્ય્હતું કે ઉત્તર પ્રદેશમાં ૧૬૪૬૧ મદરેસા છે તેમાંથી ૫૬૦ મદરેસા હાલ સરકારની ગ્રાન્ટના આધારે ચાલી રહ્યાં છે. અને આ બહુ જ મોટી સંખ્યા છે. હવેથી સરકારનો ધ્યેય મદરેસામાં ક્વોલિટી એજ્યૂકેશન પુરૂ પાડવાનો રહેશે. જોકે સરકારના આ નિર્ણયનું ઉત્તર પ્રદેશ હજ કમિટીના ચેરમેન મોહસિન રઝા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here