ઉત્તરપ્રદેશ લોકસભાની પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત

 

ઉત્તરપ્રદેશ: લોકસભાની ૩ અને વિધાનસભાની ૭ બેઠકો માટેની પેટાચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા છે. ભાજપે યુપીમાં આઝમગઢ અને રામપુર લોકસભા બેઠકો કબજે કરી લીધી છે. ભોજપુરી સુપરસ્ટાર અને ભાજપના ઉમેદવાર દિનેશલાલ યાદવ નિરહુઆ આઝમગઢમાં જીત્યા. તેમણે સપાના ઉમેદવાર ધર્મન્દ્ર યાદને ૮,૬૭૯ મતોથી હરાવ્યા. બીજી તરફ રામપુરમાં ભાજપના ઘનશ્યામ લોધીએ સપાના ઉમેદવાર અસીમ રાજાને ૪૨ હજારથી વધુ મતોથી હરાવ્યા હતા.

જીત બાદ નિરહુઆએ તેને લોકોની જીત ગણાવી હતી. તેમણે કહ્યું કે આઝમગઢના લોકો, તમે કમાલ કરી દીધી છે. આ તમારી જીત છે. પેટાચૂંટણીની તારીખોની જાહેરાત સાથે, તમે બધાએ જે રીતે ભાજપને પ્રેમ, સમર્થન અને આર્શીવાદ આપ્યા છે, આ તેની જીત છે. આ જીત તમારા વિશ્ર્વાસ અને ભગવાન જેવા કાર્યકરોની મહેનતને સમર્પિત છે.

પ્રધાનમંત્રી મોદીએ ઉત્તરપ્રદેશની બંને લોકસભા સીટો પર ભાજપની જીતને ઐતિહાસિક ગણાવી છે. તેમણે કહ્યું કે, આઝમગઢ અને રામપુર પેટાચૂંટણીમાં જીત ઐતિહાસિક છે. આ કેન્દ્ર અને યુપીમાં ડબલ એન્જિન સરકાર માટે વ્યાપક સ્વીકૃતિ અને સમર્થનનો સંકેત છે. સમર્થન માટે લોકોનો આભાર. હું અમારા પક્ષના કાર્યકરોના પ્રયાસોની પ્રશંસા કરૂં છું. જીત બાદ મુખ્યમંત્રી યોગીએભાજપના બંને ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા. રામપુરમાં સપાના અસીમ રાજા અને ભાજપના ઘનશ્યામ લીધો વચ્ચે મુકાબલો હતો. કોંગ્રેસે અહીં ચૂંટણી લડી ન હતી. બીજી તરફ આઝમગઢમાં સપાના ધમેન્દ્ર યાદવ, ભાજપના દિનેશ લાલ યાદવ નિરહુઆ અને બસપાના શાહઆલમ ઉર્ફે ગુડ્ડ જમાલી વચ્ચે ત્રિકોણીય મુકાબલો હતો. આઝમ ખાનના રાજીનામાને કારણે આઝમગઢ અખિલેશ અને રામપુર સીટ ખાલી પડી છે. બંને જગ્યાએ અગાઉ સપાના કબજામાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here