ઉત્તરપ્રદેશની પેટા- ચૂંટણીના પરિણામો ચોંકાવનારા અને જોખમી – ગોરખપુર અને ફૂલપુરમાં ભાજપનો રકાસ અને સપા- બસપાની જીત

0
814
IANS

ઉત્તર પ્રદેશના ગોરખપુર અને ફૂલપુર સંસદીય મતવિસ્તારની પેટા ચૂંટણીના પરિણામોએ સહુને ચોંકાવી દીધા છે. જે મતવિસ્તારમાંથી યુપીના હાલના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પાંચ પાંચ વાર ચૂંટાઈ આવ્યા છે તે ગોરખપુર યોગીજીનો ગઢ ગણાતું હતું. હવે ભાજપના ઉમેદવાર હારી જતાં ગઢ સમાજવાદી પક્ષે કબ્જે કરી લીધો છે. એવું જ ફુલપુરમાં પણ બન્યું છે. બન્ને બેઠકો હવે સપાએ હાંસલ કરી લીધી છે. યોગી આદિત્યનાથે પરિણામ બાબત પ્રત્યાઘાત વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પેટાચૂંટણીમાં સ્થાનિક મદા્ઓને પ્રાથમિકતા આપવામાં આવે છે , એટલે કયાં ઉણપ રહી ગઈ એની સમીક્ષા કરવી જોઈએ. વધુ પડતો આત્મ-વિશ્વાસ પણ  યોગ્ય નથી, એને લીધે પણ પરાજયનો સામનો કરવો પડે છે. મતદાન ઓછું થયું અને બસપા- સપાના ગઠબંધને વિજય મેળવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હોવાનું યોગી આદિત્યનાથે જણાવ્યું હતું. જોકે ચૂંટણીમાં થયેલા પરાજય બાબત યુપીના ઉપ-મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યએ પણ કહ્યું હતુંકે, પરાજયના કારણોની તપાસ થવી ઘટે.

મુખ્ય પ્રવાહની ચૂંટણી હોય કે પેટા-ચૂંટણી હોય- દરેક વખતે વિજયના સમીકરણો જુદા જુદા હોય છે. કયારેક રાજકીય પક્ષો દ્વારા મતબેન્કને લક્ષમાં રાખીને કરવામાં આવતાં ચૂંટણી જોડાણ ફાયદાકારક રહેતા હોય છે.છતાં આખરી ન્યાય લોકોના હાથમાં હોય છે. લોકો વ્યકતિનું કામ જોઈને મત આપે છે  તેવો મત મોટાભાગના ચૂંટણી સમીક્ષકો દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here