ઉચ્ચ સંક્રમણ ધરાવતા દેશોના પ્રવાસીઓને માસ્ક પહેરવાની સલાહ: WHO

 

અમેરિકા: કોરોના ઓમિક્રોનનું સબ-વેરિઅન્ટ ઘણા દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. તેની અસર અમેરિકામાં પણ ભયાનક જોવા મળી રહી છે, જેના પર WHOએ ચિંતા વ્યક્ત કરી છે. WHOએ તમામ દેશોના પ્રવાસીઓને અપીલ કરી છે કે જો તે એવા દેશોમાં મુસાફરી કરી રહ્યા છે કે જ્યાં કેસોની સંખ્યા વધારે હોય તો ત્યાં માસ્ક પહેરવું ઉચિત રહેશે અને દેશોને અપીલ કરી કે તે યાત્રીને માસ્ક પહેરવાની સલાહ આપે. WHO વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, જોખમવાળા સ્થળોએ જતા પ્રવાસીઓને માસ્ક પહેરવાની સલાહ આપી છે. દેશોએ પ્રી-ટ્રાવેલ ટેસ્ટિંગને પુરાવા તરીકે રાખવાની જ‚ર છે તે અંગે પણ વાત કરી હતી. વધુમાં ષ્ણ્બ્ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઓમિક્રોન વેરિઅન્ટ XBB.1.5 અત્યંત સંક્રમિત છે અને રવિવાર સુધીમાં અમેરિકામાં ૨૭.૬ ટકા કોરોના કેસ માટે જવાબદાર છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે યુરોપના પણ કેટલાક દેશોમાં આ સબવેરિયન્ટ્સ સક્રિય થયો છે. કોવિડ વકિર્ંગ ગ્રૂપના અધ્યક્ષ ડો. એન. કે. અરોરાએ જણાવ્યું હતું કે દેશમાં આ સબ-વેરિઅન્ટ ઘણા બધા કેસ સક્રિય છે, પરંતુ તે હજુ સુધી એટલા તીવ્ર દેખાયા નથી. હવે, જિનોમિક મોનિટરિંગ પણ વધારવામાં આવ્યું છે અને એરપોર્ટ પર સ્ક્રીનિંગ શ‚ થઇ ચુક્યું છે. અરોરાએ વધુમાં જણાવ્યું હતું કે, ઘણા સેમ્પલ પણ લેવામાં આવ્યા છે પરંતુ હાલ આવતા અઠવાડિયામાં કોઈ નવા પ્રકારના વેરિઅન્ટ અથવા કોરોનામાં વધારો થવાની કોઈ શક્યતા દેખાતી નથી. તેમણે કહ્યું, ઓમિક્રોન વેરિઅન્ટ જે આપણે ભારતમાં જોઈ રહ્યા છીએ તે વિશ્ર્વના કોઈપણ ભાગમાં જોઈ શકાય છે. તેમણે કહ્યું, આ વેરિઅન્ટ  એટલો ભયાનક હજુ ભારત માટે સાબિત થયો નથી. આપણે યુરોપિયન, નોર્થ અમેરિકન અને ઈસ્ટ એશિયન દેશો પર નજીકથી નજર રાખવાની જ‚ર છે જેથી કોઈ મહામારી સર્જાય તે પહેલા આપણે તેને રોકી શકયે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here