ઈન્ડિયન લાયન્સની ૨૧મી નેશનલ કોન્ફરન્સ માં ચામુંડા તીર્થના સાનિધ્યમાં સંપન્ન થઈ

 

ચોટીલાઃ તા. ૬ ફેબ્રુઆરીની સાંજ લોર્ડ જોલી રિસોર્ટના પ્રાંગણમાં વિવિધ ક્લબોના પ્રભારી અને પદાધિકારી સભ્યોનું આગમન થતાં ઈ.સા.ની રાજકોટ તથા મોરબી ખાતે કાર્યરત ક્લબ દ્વારા અત્રે પધારેલ ૧૨૦ જેટલા મહેમાનોનું ઉષ્માસભર સ્વાગત કરી યજમાનગીરીનું ગૌરવ વધાર્યું. સ્વદેશી અને આત્મનિર્ભરતાના ગુણો તો ઈન્ડિયન લાયન્સને ગળથૂથીમાંથી મળેલા સંસ્કાર છે. 

સેવા અને આત્મગૌરવથી છલોછલ એવું આ સંગઠન રજતજયંતીના પડાવે પહોંચી ૨૧મી નેશનલ કોન્ફરન્સ પ્રયોજી રહ્યું છે ત્યારે છઠી અને શનિવારની રાતે ૧૨૦ જેટલા આમંત્રિત પ્રતિનિધિઓના સથવારે સૌ જોલી રિસોર્ટ, ચાટીલા ખાતે મળ્યા અને ગુજરાતભરમાં સેવાકીય ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતી ઈન્ડિયન લાયનના ચાલુ વર્ષના નેશનલ બોર્ડની આખરી મિટીંગનું આયોજન કરાયું. જેમાં વંદે માતરમ – લાયન્સ થીમ સોંગથી શરૂઆત કરી ગત મિટીંગની મિનિટ્સના વાંચન બાદ વર્તમાન ચેરપર્સનની મુદત વધારવા માટેની ઔપચારિક દરખાસ્તને બહાલી અપાઈ. વર્ષ ૨૦૧૧-૧૨ માટે ચેરપર્સનની શપથવિધિ તથા આગામી નેશનલ કોન્ફરન્સના આયોજન માટે ઠરાવ પસાર કરાયો તે મુજબ કોરોનાના ઉપદ્રવી માહોલને ધ્યાને રાખી ૭૮ જેટલી ક્લબના માત્ર ૧૨૦ પ્રતિનિધિઓને જ આમંત્રિત કરાયા. જેથી સોશ્યલ ડિસ્ટન્સીંગ ના નિયમનું પણ પાલન થઈ શકે, કોરોના જેવી વિપરીત અને લાંબા સમયની કપરી પરિસ્થિતિમાં પણ ઈન્ડિયન લાયન્સની પ્રત્યેક ક્લબ પોતાની સેવા-પ્રતિબદ્ધતામાં જરા પણ પાછળ રહી નથી. પ્રત્યેક વિસ્તાર અને નગર નગરમાં જ્યાં સેવા અને સહકારની જરૂરત જણાઈ ત્યાં ક્લબના જાગરૂક સાવજોએ પોતાનું સેવાતપ સમર્પિત કર્યું છે.

સમગ્ર કાર્યક્રમનું આયોજન રાજકોટ તથા મોરબી ક્લબ દ્વારા કરવામાં આવ્યું તા. ૦૬-૦૨-૨૦૨૧, શનિવારના રોજ ઈન્ડિયન લાયન્સ ક્લબની ૨૧મી નેશનલ કોન્ફરન્સનનું નેશનલ ચેરપર્સન શ્રીમતિ આશાબેન હિતેષભાઈ પંડ્યાના હસ્તે શુભારંભ થયો. લાયન્સ, લાયોનેસ તથા લીયો ક્લબના ૧૦૦ ૧૨૦થી વધુ મેમ્બર્સ હાજર રહ્યા હતા. ક્લબના ચીફ પેટ્રોન શ્રી હિતેષભાઈ પંડ્યા તથા ઈન્ડિયન લાયન્સના ફાઉન્ડર શ્રી કૌશિકભાઈ બુમિયા વાઈસ ચેરમેન શ્રી અક્ષયભાઈ ઠક્કર, ઈન્ડિયન લાયન્સ સ્થાપક ટ્રસ્ટી શ્રી યાસીનભાઈ રંગરેજ, નેશનલ એમ્બેસેડર શ્રી પ્રફુલ્લભાઈ સોની, પાસ્ટ નેશનલ ચેરમેન શ્રી અજયભાઈ ભટ્ટ, ઈ. લાયોનેસના નેશનલ કન્વીનર શ્રીમતિ દર્શનાબેન ભટ્ટ, પાસ્ટ નેશનલ ચેરમેન શ્રીમતી અંજનાબેન યોગેશભાઈ પટેલ, ગુજરાતના લાયોનેસ પ્રમુખશ્રી રેખાબેન ચેટર્જી સેક્રેટરી કુંપલબેન દવે, ઈ. લા. શ્રીમતિ જ્યોતિબેન પંચોલી શ્રી વનરાજભાઈ ગરૈયા, શ્રી ભાર્ગવભાઈ દવે, શ્રી કૌશિકભાઈ ટાંક શ્રીમતિ વિજ્યાબેન કટારિયા, શ્રી મૌલિકભાઈ આસોડિયા વગેરે વરિષ્ઠ હોદ્દેદારોના માર્ગદર્શન હેઠળ આ નેશનલ કોન્ફરન્સ સંપન્ન થઈ.

નેશનલ બોર્ડ મિટીંગમાં સર્વાનુમતે તથા કોરોનાની મહામારીની સ્થિતિને ધ્યાને રાખતા શ્રીમતિ આશાબેન પંડ્યાને ભ્ફૂશ્વજ્ઞ્ંફુ નેશનલ ચેરપર્સન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આશાબેને તેમની નવી ટીમ જાહેર કરી હતી. તા. ૦૭-૦૨-૨૦૨૧ના રવિવારના રોજ ઈન્ડિયન લાયન્સ ક્લબના નવનિયુકત ચેરપર્સન તથા તેમની ટીમનો શપથવિધિ સમારોહ યોજાયો હતો.

૨૧મી નેશનલ કોન્ફરન્સમાં આશાબેને પોતાના પ્રવચનમાં જણાવ્યુ હતુ કે આ કોરોના જેવી વૈશ્વિક મહામારી સામે પણ આપણી ક્લબ સેવાકીય કાર્યો કરતી રહી છે. મને એ વાતનું ગૌરવ છે કે આ કપરા કાળમાં પણ ઈન્ડિયન લાયન્સના સિંહગજાના સભ્યોના સહકાર અને સાહસ તળે આપણી ક્લબની કાર્યપ્રણાલીને જીવંત રાખવાનો જશ મેળવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે કોઈ પણસ્કુલનું નામ રોશન કરવું હોય તો દરેક વિદ્યાર્થીએ તનતોડ મહેનત કરવી પડે. તમે જો આપણી ક્લબનું નામ રોશન કરવું હોય તો દરેક મેમ્બર્સે એક્ટિવિટીમાં ઈનવોલ્વ થઈ કામ કરવું જોઈએ સામુહિક કાર્યથી જ, એકતાથી જ કોઈપણ ઊંચાઈને આપણે આંબી શકીએ છીએ. દેશભરમાં ઈન્ડિયન લાયન્સનું નામ ગુંજતું થાય તે માટે સહુનો સાથ-સહકાર જોઈશે. આત્મનિર્ભરતા અને સ્વદેશી તે ઈન્ડિયન લાયન્સની ગળથૂ થમાં છે તેને પ્રગટાવીને આશાબેને ક્લબના હોદ્દેદારોને સ્વદેશીનો નારો વધુ બુલંદ કરવા હાકલ કરી યજમાનની ભૂમિકામાં રાજકોટ અને મોરબીની ક્લબ દ્વારા નિયંત્રિત મહેમાનોનું સ્વાગત કરાયું. જે દરમ્યાન નેશનલ સેક્રેટરી દ્વારા ગત કોન્ફરન્સનો અહેવાલ અને નેશનલ ટ્રેઝરરે વાર્ષિક હિસાબી અહેવાલ રજૂ કર્યા તથા વાર્ષિક નાણાકીય રૂપરેખા રજૂ કરી. સ્થાપક કૌશિકભાઈ બુમિયાએ બપોરે ૧૨.૩૯ના વિજયમુહૂર્તમાં શપથવિધિ કરાવી ત્યારે સભા મંડપ જયઘોષથી ગુંજી ઉઠયો હતો. પુનઃનિયુક્ત ચેરપર્સન ઈ.લા. આશાબેનને આવકારવા સમગ્ર લાયન પરિવાર કોન્ફરન્સના સ્ફૂઁ્યફૂ પર ડ્રેસ ઘ્ંફુફૂની પરંપરા જાળવતા રહી છે. લા. આશાબેનને છત્ર ચામર અને સાફા સાથેની આગમન મુદ્રામાં આવકાર્યા હતાં. મંચ પર સ્થાન લઈ નેશનલ ચેરપર્સને પોતાની પુનઃ નિમણૂક માટે જવાબદારીના પુનઃ વહન માટે પોતાની પ્રતિબદ્ધતા અને જાગરૂકતા દર્શાવતું મનનીય પ્રવચન આપ્યું.

ચીફ પેટ્રન ઈ.લા. હિતેષભાઈ તથા અન્ય મહાનુભાવોના સંસ્થા માટેના વિકાસ સંકલ્પોને પાર પાડવા સમગ્ર ગુજરાતની ઈ.લા. ક્લબને આવાહન કરી ઠરાવેલ લક્ષ્યને પહોંચી વળવા માટે લાગણી અને લગન સાથે કાર્યમાં લાગી જવાનો સંદેશ આપ્યો હતો.

સમગ્ર માહોલમાં આયોજન કમિટિની ત્વરા અને તત્પરતા નજરે પડતી જણાઈ, જેમાં રેખાબેન ચેટર્જી, કૌશિકભાઈ ટાંક, ધીરજભાઈ સુરેલિયા વિજયાબેન કટારિયા, ઈ.લા, વનરાજભાઈ ગરૈયા અને શોભનાબા ઝાલાએ સાથે મળી સમગ્ર કોન્ફરન્સ તેમજ શપથગ્રહણની શોભારૂપ વ્યવસ્થા ગોઠવી દીધી હતી.

બપોરે બે વાગ્યે ચીફ પેટ્રન હિતેષભાઈ પંડ્યાએ શપથગ્રહણ વિધિ અંગે પોતાના પ્રતિભાવ આપી ઈલા, આશાબેનને સફળતા, દક્ષતા અને લક્ષ્ય પ્રાપ્તિ માટેની શુભેચ્છા તથા આશીર્વાદ આપ્યા. પ્રતિબદ્ધતાનો કોઈ વિકલ્પ નથી. સંકલ્પ સિદ્ધિ માટે સૌના પ્રયાસ અનિવાર્ય છે. કોન્ફરન્સની સુંદર સફળતા માટે આયોજન ટીમને અભિનંદન આપ્યા. યજમાન ક્લબ લાયોનેસ મોરબી દ્વારા આભાર દર્શન કર્યા બાદ રાષ્ટ્રગીતના ગાન સાથે સભાનું સમાપન કરાયું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here