ઇન્ડો-અમેરિકન આર્ટ્સ કાઉન્સિલ દ્વારા 20મા વાર્ષિક સમારંભનું આયોજન

સલમાન રશદી
મીરા નાયર
મધુર જાફરી
આસિફ માંડવી

,

 

 

 

 

ન્યુ યોર્કઃ ધ ઇન્ડો-અમેરિકન આર્ટ્સ કાઉન્સીલ (આઇએએસી) દ્વારા છઠ્ઠી મે, રવિવારે ન્યુયોર્ક સીટીની લકઝરી યાટમાંની એક લકઝરી યાટ કોર્નોકોપિયા મેજેસ્ટી પર સંસ્થાના 20મી વાર્ષિક સમારંભ (એનિવર્સરી ગાલા બેનિફિટ)નું આયોજન કરવામાં આવ્યું છે.

આઇએએસી બિનનફાકારક અને નોંધાયેલી સંસ્થા છે જે ભારતીય ઉપખંડના પરફોર્મિંગ આર્ટ્સ, વિઝ્યુઅલ આર્ટ્સ, લિટરરી આર્ટ્સ વિશે જાગૃતિ ફેલાવવાનું અને ઉત્તેજન આપવાનું કાર્ય કરે છે.
પિયરે 81માં આ ખાસ પ્રસંગની ઉજવણી સમારંભમાં કળા, ફિલ્મ, ફેશન, શૈક્ષણિક, કોર્પોરેટ, તબીબી, મનોરંજન ઉદ્યોગની અગ્રગણ્ય હસ્તીઓ ઉપસ્થિત રહેશે. સલમાન રશદી, મીરા નાયર, મધુર જાફરી, આસિફ માંડવી, ન્યુયોર્કસ્થિત ભારતીય કોન્સલ જનરલ સંદીપ ચક્રવર્તી, યુનાઇટેડ નેશન્સના ભારતીય રાજદૂત સઇદ અકબરૂદ્દીન આમંત્રિત મહેમાનો તરીકે ઉપસ્થિત રહેશે.
આઇએએસીની સ્થાપના ચાર મહાનુભાવો ગોપાલ રાજુ (ઇન્ડીયા એબ્રોડના તત્કાલીન તંત્રી) તલત અનસારી (સિનિયર પાર્ટનર, કેલી, ડ્રાય એન્ડ વોરેન), જોનાથન હોલેન્ડર (આર્ટિસ્ટિક ડિરેકટર, બેટરી ડાન્સ કંપની) અને અરૂણ શિવદાસાની (એકિઝકયુટિવ એન્ડ આર્ટિસ્ટિક ડિરેકટર, આઇએએસી) દ્વારા કરવામાં આવી હતી.
લગભગ એક દાયકાથી હોલેન્ડર ભારત અને અમેરિકા વચ્ચે સાંસ્કૃતિક સેતુરૂપ બન્યા છે. તેમણે વિવિધ થિયેટરો અને ફેસ્ટિવલોમાં 75થી વધુ કોરિયોગ્રાફ-પરફોર્મન્સ આપ્યા છે. 1982માં તેમણે ડાઉનટાઉન ડાન્સ ફેસ્ટિવલની રચના કરી હતી જે ન્યુયોર્ક સીટીના સૌથી લાંબા ચાલતા ડાન્સ ફેસ્ટિવલ તરીકે જાણીતો છે.

અનસારી ફર્મની ન્યુયોર્ક ઓફીસમાં પાર્ટનર છે અને ઇન્ડીયા પ્રેકિટસ ગ્રુપના ચેર છે. ભારતસ્થિત ઇન્ડસ્ટ્રીયલ, સર્વિસિંગ અને ટ્રેડિંગ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરવાનો તેમને 37 વર્ષનો અનુભવ છે.
શિવદાસાની વિવિધ આર્ટ એન્ડ ચેરિટી સંસ્થાઓમાં એડવાઇઝરી બોર્ડમાં સેવા આપે છે. તેઓ એમી, બ્યુટી કોન્ટેસ્ટ, ગ્રાન્ટ્સ, આર્ટ, ફિલ્મ, ડાન્સ, થિયેટર સ્પર્ધાઓમાં જયુરી તરીકે રહ્યા છે. તેમને આઉટસ્ટેન્ડિંગ સિટીઝન એવોર્ડ્સ પ્રદાન થયો છે. આ ઉપરાંત વિવિધ સંસ્થાઓ તરફથી પણ માન-સન્માન અને પ્રશસ્તિપત્રો પ્રદાન થયા છે.

શિવદાસાનીએ જણાવ્યું હતું કે 1998માં ભારતીય કળાકારો નોર્થ અમેરિકામાં અજાણ્યા હતા અને તેઓની બિરદાવવામાં આવતા નહોતા. છેલ્લા 20 વર્ષથી અમે નોર્થ અમેરિકામાં ભારતીય કળાને પ્રોત્સાહન આપવાનું, ઉત્તેજન આપવાનું, બિરદાવવાનું કાર્ય કરી રહ્યા છીએ. આઇએએસી દ્વારા આ ઉમદા હેતુ માટે ભંડોળ એકઠું કરવામાં આવ્યું છે.
આ ગાલા સાંજે છ વાગ્યે કોર્નોકોપિયા મેજેસ્ટીના ઓનબોર્ડ યોજાશે. આ યાટ મેનહટની આસપાસ ફરશે જયારે મહેમાનો સ્વાદિષ્ટ વ્યંજનો, ડાન્સ, મનોરંજનનો આનંદ માણશે. માસ્ટર ઓફ સેરેમની તરીકે શ્રી શ્રીનિવાસન ઉપસ્થિત રહેશે.
મેટ્રોકાર્ડ જાઝ સોસાયટી બેન્ડ દ્વારા લાઇવ જાઝ બેન્ડ સંગીત પીરસાશે. આ ઉપરાંત 1998થી અત્યાર સુધીની તસવીરી પ્રદર્શન રજૂ કરાશે. કોકટેઇલ-ગોર્મેટ ડીનર, ડાન્સિંગ વગેરેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ઉપસ્થિત મહેમાનોને હરાજીમાં મુકવામાં આવેલી ચીજવસ્તુઓની ખરીદી કરવાની તક મળશે. આ ઉપરાંત ફેશન શો, બેટરી ડાન્સ કંપની દ્વારા ડાન્સ પરફોર્મન્સનો આનંદ માણવા મળશે.
ગાલા રેન્જમાં દસ ટેબલનું મૂલ્ય પાંચ હજાર ડોલરથી 25 હજાર ડોલર સુધી છે. જયારે વ્યક્તિગત ટિકિટનું મૂલ્ય 500 ડોલર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here